અાખા શરીરમાં ચરબી હોય તેના કરતાં પેટ પર જામેલી ચરબી વધુ ખતરનાક

ઘણા લોકોના શરીરમાં બીજે ખાસ ચરબીના થર નથી હોતા, પણ પેટની ફરતે જ બધો ભરાવો થયો હોય છે. તો ઘણા લોકોના શરીરમાં ચરબીના થરઅાખા શરીરમાં એકસરખા ફેલાયેલા હોય છે. અમેરિકાના રિસર્ચરોનું કહેવું છે કે અા બન્ને પ્રકારના લોકોનો હાઈટના પ્રમાણમાં વજનનો રેશિયો સરખો હોય તોપણ જેમને પેટ ફરતે ચરબી વધુ છે એવા લોકોનું સ્વાસ્થ્ય વધુ જોખમી અવસ્થામાં છે એવું કહેવાય.

શરીરના મધ્ય ભાગમાં જામેલા ચરબીના થર હૃદયની સમસ્યાઓ સાથે સંકળાયેલા છે. રિસર્ચરોનું કહેવું છે કે જેમનું પેટ ગાગર જેવું હોય છે તેમના હાથ-પગના સ્નાયુઓનું કદ ઓછું હોય છે. એને કારણે ચયાપચયની શક્તિ મજબૂત નથી હોતી.

You might also like