મહત્વનો નિર્ણય : આ નોકરીઓ માટે OBCને નહી મળે અનામત

નવી દિલ્હી : અન્ય પછાત વર્ગ (અધર બેકવર્ડ ક્લાસ) ઓબીસીને હવે પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરની નોકરીઓ માટે અનામતનો લાભ નલી મળે. આ પદો માટે નોકરી મેળવવા ઇચ્છતા લોકોએ હવે સામાન્ય વર્ગની જેમ જ અનામતની આશા ત્યાગીને મહેનત કરવી પડશે. આ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે અને તેને તાત્કાલીક પ્રભાવથી લાગુ કરી દેવામાં આવ્યો છે. દેશની 40 યુનિવર્સિટીઓને આ અંગેની સુચના આપતી નોટિસો સ્પિડપોસ્ટ દ્વારા રવાનાં કરી દેવામાં આવી છે.

UGC દ્વારા મોકલવામાં આવેલી આ નોટિસ અનુસાર પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરનાં પદ માટે ઓબીસી માટે નિર્ધારિત 27 ટકા અનામતનો લાભ હવે નહી મળે. અનામતનો લાભ માત્ર આસિસ્ટન્ટ પ્રોફેસરનાં પદ સુધી જ લાગુ રાખવા માટેનાં આદેશો આપવામાં આવ્યા હતા. જેથી હવે પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરનાં પદો માટે ઓબીસીએ અનામત આપવામાં નહી આવે. તેઓએ સામાન્ય વિદ્યાર્થીઓની જેમ જ મહેનત કરવી પડશે.

જો કે અનુસુચીત જાતી (એસસી) અને અનુસૂચિત જનજાતી (એસટી)ને તમામ પ્રકારનો અનામત્તનો લાભ યથાવત્ત મળશે. જો કે આ મહત્વનાં નિર્ણય પાછળનાં કારણો અંગે હજી સરકાર કે યુજીસીએ કાંઇ પણ ટીપ્પણી કરવાની મનાઇ કરી દીધી છે. એચઆરડી મંત્રીએ પણ આ અંગે હજી સુધી કોઇ પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી. હાલ આ પ્રકારની નોટિસ તમામ યુનિવર્સિટીઓને મોકલી આપવામાં આવી છે અને તાત્કાલીક અસરથી તેને અમલમાં લાવવા માટેનાં પણ આદેશો આપી દેવાયા છે.

You might also like