પાકિસ્તાન જેવા દેશો આતંકના સ્વર્ગ બની શકેઃ પ્રમુખ ઓબામા

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ આજે પોતાના રાષ્ટ્રપ્રમુખના કાર્યકાળનું અંતિમ સ્ટેટ ઓફ યુનિયન પ્રવચન આપ્યું છે. જેમાં તેમણે એવું જણાવ્યું છે કે, અમેરિકા પૃથ્વીનો સૌથી શકિતશાળી દેશ છે. તેમણે પોતાના પ્રવચનમાં એવી ભવિષ્યવાણી કરી હતી કે, અમેરિકા આઇએસઆઇએસનો ખાત્મો બોલાવી દેશે. એ સંગઠન મુસ્લિમોનું પ્રતિનિધિત્વ નથી કરતુ પરંતુ તે એક કટ્ટરવાદી સંગઠન છે.

આંતકવાદ અંગે ઓબામાએ કહ્યું હતું કે, જો આતંકવાદ અમેરિકાની પાછળ પડશે તો અમેરિકા પણ આતંકવાદ પાછળ પડશે. તેમણે કહ્યું હતું કે, ઇતિહાસ સાક્ષી છે. ભલે થોડીવાર લાગી હોય પરંતુ અમેરિકાએ ત્રાસવાદને જવાબ આપ્યો છે. અમારી પાસે વિશ્વની સર્વશ્રેષ્ઠ સેના છે. તેમણે કહ્યું હતું કે, આઇએસ મુસ્લિમોનું પ્રતિનિધિત્વ નથી કરતુ પરંતુ તે એક કટ્ટરવાદી સંગઠન છે અને જેનો ખાત્મો બોલાવવા જરૃરી છે.

ઓબામાએ કહ્યું હતું કે, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સહિત વિશ્વના અનેક હિસ્સામાં દાયકાઓથી અસ્થિરતા બનેલી છે અને અલ-કાયદા અને આઇએસઆઇએસથી અમેરિકાને સીધો ખતરો છે. તેમણે કહ્યું હતું કે, આજે મુઠીભર આતંકવાદી ઘણું મોટું નુકસાન પહોંચાડી શકે તેમ છે. તેમણે કહ્યું હતું કે, અલ-કાયદા અને આઇએસઆઇએસ લોકોના મગજમાં ઝેર ભરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે અને તેઓનો ખાત્મો બોલાવવાનો નિર્ણય લીધો છે.  ઓબામાએ બેરોજગારીનો દર અડધો કરવાનો દાવો કર્યો છે.

You might also like