અમેરિકાનાં સંરક્ષણ બજેટમાં ભારતને અપાયું વધારે મહત્વ : પાક. પર સખ્તી

વોશિંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વર્ષ 2017નાં 618 અબજ ડોલરનું સંરક્ષણ બજેટ પર હસ્તાક્ષર કર્યું હતું.અમેરિકી સંરક્ષણ બજેટમાં જ્યાર ભારત સાથે સંરક્ષણ સહયોગ વધારવા માટે જણાવાયું છે બીજી તરફ પાકિસ્તાનને અપાતી અમેરિકી મદદ માટે કડક શતો મુકવામાં આવી છે. બજેટમાં અમેરિકી સંરક્ષણ મંત્રી અને વિદેશ મંત્રી સાથે ભારતને અમેરિકાનાં મુખ્ય સંરક્ષણ ભાગીદાર તરીકેની ઓળખ માટે જરૂરી પગલા ઉઠાવવા માટે કહેવાયું છે.

સેનેડ આર્મ્ડ સર્વિસિઝ કમિટીનાં ચેરમેન જોન મૈક્કૈને 2017નાં બજેટની ખાસ વાતોને બહાર પાડી હતી. તેમણે કહ્યું કે તેના કારણે અમેરિકા અને ભારતની વચ્ચે સંરક્ષણ સહયોગ વધશે. બજેટમાં તંત્રને કહેવામાં આવ્યું છે કે, બંન્ને દેશોની એજન્સીઓ વચ્ચે સારા કોર્ડિનેશન દ્વારા અમેરિકા – ભારત સંરક્ષણ સંબંધોને મજબુત કરવા સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલ અધિગ્રહણ ટેકનીકને મજબુત અને સુનિશ્ચિત કરવા માટે અલગથી ઉચ્ચ અધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બંન્ને દેશો વચ્ચે ચાલી રહેલા મુદ્દાઓને ઉકેલવા સંરક્ષણ સહયોગ વધારવા અને સંયુક્ત ઉત્પાદન વધારવાની તક વધારવામાં મદદ મળશે.

You might also like