Categories: World

ઓબામાનો ખુલ્લો લલકારઃ ISને ખતમ કરીને જ જંપીશું

વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ આજે એકરાર કર્યો છે કે ગયા બુધવારે કેલિફોર્નિયાના સેન બર્નાડીનોમાં થયેલું ફાયરિંગ આતંકી હુમલો જ હતું. તેમણે જણાવ્યું છે કે હવે અમેરિકા આતંકી સંગઠન આઈએસઆઈએસને ખતમ કરીને જ જંપશે, કારણ કે આ આતંકી સંગઠન માત્ર અમેરિકાનું જ નહીં, પરંતુ ઈસ્લામનું પણ દુશ્મન છે. ઓબામાએ ત્રાસવાદ સામે લડી લેવાની પ્રતિબદ્ધતા દાખવીને અમેરિકાને વિશ્વાસ અપાવતા જણાવ્યું હતું કે આપણે આઈએસઆઈએસ સહિત દરેક સંગઠનને ખતમ કરીશું જે આપણને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે. ત્રાસવાદ એ હવે નાનો-સૂનો ખતરો નથી, પરંતુ આપણે ત્રાસવાદી સંગઠનોને ખતમ કરીને જ રહીશું.

ઓબામાએ રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે આ લડાઈ ઈસ્લામ અને અમેરિકાની નથી. મુસ્લિમ સમુદાય આપણા ઘરેલુ સાથી છે. આઈએસઆઈએસ ઈસ્લામની વાત કરતું નથી. એ લોકો હત્યારા છે. આપણો દેશ ૯/૧૧ બાદ યુદ્ધના આરે છે. આ એક ત્રાસવાદ હતો. આપણે એક એવા કેન્સરનો સામનો કરી રહ્યા છે જેનો કોઈ ઈલાજ નથી, પરંતુ આપણે મજબૂતી અને નિર્મમતા સાથે તેનો સામનો કરીને જીત મેળવીશું.

ઓબામાએ અમેરિકાને જણાવ્યું હતું કે તેમણે આઈએસઆઈએસ સામે લડવા માટે કેવા કેવા ઉપાયો અજમાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા આ અાતંકી સંગઠન સામે લડવા માટે ૬૫ દેશો સાથે મળીને કામ કરી રહ્યું છે. ઓબામાએ વ્હાઈટ હાઉસના ઓવલ કાર્યાલય પરથી ૧૩ મિનિટની સ્પીચ આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે આઈએસઆઈએસના આતંકીઓ વાસ્તવમાં ઠગ છે. મુસ્લિમોએ પણ તેમણે જાકારો આપવો પડશે. અમે ઈરાક અને સીરિયાના લશ્કરને ટ્રેનિંગ આપવાનું ચાલુ રાખીશું. જો અમેરિકન કોંગ્રેસને એવું લાગતું હોય કે આપણે ખરેખર હવે યુદ્ધમાં છીએ તો તેને વોટ આપવો જોઈએ. અમને લશ્કરનો ઉપયોગ ચાલુ રાખવા માટે મંજૂરી આપવી જોઈએ.

ઓબામાએ જણાવ્યું હતું કે હવે આપણે બંદૂક ખરીદવાના નિયમો કડક કરવા પડશે. હવે આપણે ફરી એક વખત ઈરાક કે સીરિયામાં આઈએસઆઈએસ ઈચ્છે છે તેમ લાંબું યુદ્ધ લડવામાં પડવું જોઈએ નહીં. ઓબામાએ જણાવ્યું હતું કે મુસ્લિમ સમુદાયે નફરત ભડકાવતી વિચારધારાને ફગાવી દેવી જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આઈએસઆઈએસ નફરત ભડકાવતી વિચારધારા ફેલાવી રહ્યું છે. જે પ્રસ્તાવ મુસ્લિમો સાથે અલગ વ્યવહાર કરવાનો હોય એવા પ્રસ્તાવને ફગાવી દેવો એ આપણી જવાબદારી છે. આઝાદી ભયથી વધુ શક્તિશાળી હોય છે. ભેદભાવને ખતમ કરવા એ પ્રત્યેક અમેરિકન નાગરિકની જવાબદારી છે. ઓબામાએ જણાવ્યું હતું કે છેલ્લાં સાત વર્ષથી હું દરરોજ સવારે ત્રાસવાદ પર જ ઈન્ટેલિજન્સ રિપોર્ટનું બ્રિફિંગ લઉં છું.

અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે ત્રણ હુમલાખોરોએ કેલિફોર્નિયાના સેન બર્નાડીનોમાં અંધાધૂધ ગોળીબાર કરીને ૧૪ લોકોને મારી નાખ્યા હતા. આ માટે આતંકી સંગઠન આઈએસઆઈએસે જવાબદારી સ્વીકારી હતી. આઈએસઆઈએસે પોતાની વેબસાઈટ પર જણાવ્યું હતું કે અમેરિકામાં હુમલો કરનાર કપલ અમારું સપોર્ટર છે.

admin

Recent Posts

ગાંધીનગરમાં આજે દેશનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૯ અંતર્ગત ગાંધીનગર ટાઉનહોલ ખાતે…

5 mins ago

ગેમ્સમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે CBSE બોર્ડ અલગથી પરીક્ષા લેશે

અમદાવાદ: દેશભરના ઊભરતા ખેલાડીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે, જે વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ અને નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે બોર્ડની…

13 mins ago

કર્ણાટકમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’ નિષ્ફળ: JDSના ધારાસભ્યને ૬૦ કરોડની ઓફરનો આરોપ

બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને પાડવાની ભાજપની કોશિશોને મોટો ઝાટકો વાગ્યો છે. અસંતુષ્ટ કોંગ્રેસ ધારાસભ્યોએ છેક છેલ્લી ઘડીએ વફાદારી બતાવીને…

22 mins ago

અમદાવાદીઓ માટે આજે સાંજથી શોપિંગની મજા

અમદાવાદ: આજથી તા. ૨૮ જાન્યુઆરી સુધી ચાલનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રૂ.બે હજારની રજિસ્ટ્રેશન ફી ભરીને શહેરના ૧૫,૪૦૦ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું…

25 mins ago

આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યપ્રધાનનું નામ જ ગાયબ

અમદાવાદ: અમદાવાદીઓ માટે રૂ.૭પ૦ કરોડના ખર્ચે બનાવાયેલી અતિ આધુનિક સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ આજે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે…

25 mins ago

પત્રકાર મર્ડર કેસમાં આજે રામરહીમને સજા સંભળાવાશે

ચંડીગઢ: પંચકુલાની સીબીઆઈ કોર્ટ આજે પત્રકાર રામચંદ્ર છત્રપતિ મર્ડર કેસમાં ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમિત રામરહીમ સહિત અન્યને સજા સંભળાવશે.…

38 mins ago