ટ્રંપના નિવેદન પર ઓબામાએ આપ્યો કાંઇક આવો જવાબ

વોશિંગટનઃ અમેરિકામાં ઓરલેન્ડો શહેરમાં ગે ક્લબ પર થયેલા આંતકી હુમલા બાદ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ રિપબ્લિકન પાર્ટીના સંભવિત ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપને જડબાતોડ જવાબ આપ્યો છે. ટ્રંપે ગે ક્લબ પર થયેલા હુમલા માટે જે મુસ્લિમ વિરોધી નિવેદન આપ્યું હતું. તેના જવાબમાં ઓબામાએ જણાવ્યું છે કે આ રીતના નિવેદનો ખૂબ જ ખતરનાખ અને અમેરિકી ભાવનાઓ વિરૂદ્ધ છે. જેનાથી અમેરિકાની સુરક્ષાને પણ અસર પહોંચી શકે છે. ઓબામાએ વધુમાં જણાવ્યું હતું કે તેમને ખબર છે કે તેમનો દુશ્મન કોણ છે.

નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની બેઠક બાદ રિપોર્ટ અંગે ઓબામા માહિતી આપી રહ્યાં હતા ત્યારે ઓબામાએ ટ્રંપ પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે દક્ષિણપંથી નેતાએ લોકોને ઉશ્કેરવાનું કામ ખૂબ જ સારી રીતે કર્યું છે. પરંતુ આતંકવાદને રોકવા માટે કાંઇ જ કર્યું નથી. ટ્રંપના મુસલમાન વિરોધી નિવેદ પર ઓબામાએ કહ્યું કે આ કેવા પ્રકારનું વલણ છે? શું આપણે બધા અમેરિકી મુસલમાનો સાથે અલગ પ્રકારનો વ્યવહાર કરી શકી શું? શું અાપણે તેમની પર ખાસ પ્રકારની નજર રાખવી જોઇએ? શું આપણે એટલા માટે તેમની સાથે ભેદભાવ રાખીએ છીએ કારણકે તેમનો ધર્મ અલગ છે?

આ સાથે જ ઓબામાએ જણાવ્યું છે કે અમેરિકી મુસલમાનોને સાથે એવો વ્યવહાર ક્યારે પણ નહીં કરવામાં આવે જેથી મુસલમાનોને એવો અહેસાસ થાય કે તેમની સાથે સરકાર અયોગ્ય વ્યવહાર કરી રહી છે. તેમની સરકારને ખબર છે કે તેમના દુશ્મન કોણ છે.

You might also like