ઓબામાની પુત્રી કરે છે રેસ્ટોરન્ટમાં વેઇટ્રેસ તરીકે કામ

બોસ્ટન : વ્હાઇટ હાઉસનું વૈભવી જીવન છોડીને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પુત્રી સાશા એક રેસ્ટોરન્ટમાં વેઇટ્રેસ તરીકે કામ કરી રહી છે. આ રેસ્ટોરન્ટ મૈસાચુસેટ્સનાં માર્થાઝ વાઇનયાર્ડમાં આવેલું છે. નૈંસી નામનું આ રેસ્ટોરન્ટ પોતાનાં સી ફૂડનાં કારણે વિખ્યાત છે. 15 વર્ષની સાશા અહીં સવારની શિફ્ટમાં સવારે 4 કલાક કામ કરે છે. રેસ્ટોરન્ટનું યુનિફોર્મ બ્લુટીશર્ટ, ખાખી ટ્રાઉઝર અને બેઝબોલ કેપ પહેરીને ગ્રાહકોને ભોજન સર્વ કરી રહેલી તેની તસ્વીર હાલ સોશ્યલ મીડિયા પર પણ વાઇરલ થઇ છે.

એપી દ્વારા મુકાયેલી તસ્વીરમાં તે કાઉન્ટર પર પણ કામ કરી રહી હોય તેવું જોઇ શકાય છે. તેની સાથે કામ કરતા એક કર્મચારીએ બોસ્ટન હેરાલ્ડ નામનાં અખબારને જણાવ્યું કે, પહેલી વખત તે જ્યારે ઓફીસમાં આવી તો તેની સાથે 6 સુરક્ષા કર્મી હતા. પહેલા તો અમે આશ્ચર્ય પામ્યા હતા. જો કે પછીથી ખબર પડી હતી કે તે કોણ છે.

જો કે ચોમાસુ વેકેશનમાં તેની સુરક્ષા માટે 6 લોકોને સતત ફરજ પર રાખવામાં આવે છે. આ 6 લોકો સતત રેસ્ટોરન્ટની બહાર ઉભા રહે છે. સિક્રેટ સર્વિસનાં 6 એજન્ટો ચારેબાજુથી રેસ્ટોરન્ટ કવર કરે છે. ઓબામાં પરિવાર દર વર્ષે વેકેશન દરમિયાન માર્થાઝ વિનયાર્ડમાં આવે છે. આ દરમિયાન તે રેસ્ટોરન્ટમાં પણ જરૂર આવે છે. રેસ્ટોરન્ટનો માલિક ઓબામાંનો મિત્ર હોવાનું કહેવાય છે.

સાશાની મોટી બહેન માલિયા ઓબામાં પણ ઉનાળુ વેકેશન દરમિયાન આ જ રેસ્ટોરન્ટમાં કામ કરી ચુકી છે. હાલ હાવર્ડમાં અભ્યાસ કરી રહેલી માલિયા બે વાર ફિલ્મ સેટ પર કામ કરી ચુકી છે.

You might also like