ઓબામાએ ચૂંટણી પહેલા કર્યું મતદાન

વોશિંગ્ટન: 8 નવેમ્બરે યોજાનારી ચૂંટણી પહેલા રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ શુક્રવારે જ મતદાન કરી દીધું હતું. તે ચૂંટણી પહેલા મતદાન કરનારા અમેરિકાના પહેલા રાષ્ટ્રપતિ બની ગયા છે. પોતાના વ્યસ્ત પ્રચાર અભિયાનની વચ્ચે ઓબામા વર્જિનિયાના રીચમંડથી પોતાના વતન શિકાગો પહેંચ્યા હતા. વોટ આપ્યા પછી ઓબામાએ ટ્વિટ કર્યું કે, ‘મેં આજે મતદાન કર્યું, આશા છે કે તમે પણ મતદાન કરશો.’

મતદાન કેન્દ્ર પર પહોંચીને ઓબાએ દરેક લોકોનું અભિવાદન સ્વીકાર કરતાં કહ્યું કે ચૂંટણી પહેલા મતદાન કરવું ઘણું રોચક છે. તેમણે મતદાન કર્મીઓ સાથે હાથ મિલાવ્યો અને તેમને એક ફોર્મ આપ્યું ત્યાર બાદ એક મહિલા મતદાન કર્મીએ ઓબામાં પાસેથી તેમની ઓળખ માટે ડ્રાઇવિંગ લાઇસન્સ માંગ્યું. પોતાના ખિસ્સામાંથી લાઇસન્સ નિકાળતાં ઓબામાએ મજાકના અંદાજમાં કહ્યું કે હવેતેમના વાળનો રંગ બદલાઇ ગયો છે.

મતદાન સમયે તેમની સાથે કોઇ મીડિયા કર્મી ન હતો. એક મતદાન કર્મીએ ઓબામાની વોટ નાંખવાની પ્રક્રિયમાં મદદ કરી. મતદાન પૂર્ણ થયા બાદ ઓબામાએ કહ્યું કે મે વોટ નાંખી દીધો? મતદાન કર્મીએ કહ્યું હાં. ઓબામાએ આ સમયે દરેક મતદાર કર્મીઓની સાથે ફોટો ખેંચાવા માટે પૂછ્યું.

ઓબામાએ કહ્યું કે કેમેરાની સામે કાયદો તોડવા માંગતા નથી પરંતુ એક મતદાન કર્મીએ જણાવ્યું કે તે ફોટો પડાવી શકે છે. ત્યારબાદ ફોટો ખેંચવામાં આવ્યો.

You might also like