‘બરાક ઓબામા ‘હિરોશિમા’માં કરશે પરમાણું મુક્ત વર્લ્ડનું આહવાન’

વોશિંગ્ટન: આ મહિને હિરોશિમાની પોતાની પહેલી ઐતિહાસિક યાત્રા દરમિયાન બરાક ઓબામ પરમાણું હથિયાર મુક્ત વિશ્વના પોતાના સપનાને પ્રોત્સાહન આપશે. તે હિરોશિમાની યાત્રા કરનાર પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બનશે જ્યાં વર્ષ 1945માં અમેરિકાએ પહેલીવાર પરમાણું ફેંક્યો હતો, જેમાં લગભગ 140,000 લોકોના મોત નિપજ્યાં હતા.

વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જોશ અર્નેસ્ટે કહ્યું કે રાષ્ટ્રપતિ પોતાની યાત્રા દરમિયાન પરમાણુ મુક્ત વિશ્વની પોતાની આકાંક્ષાને સાકાર કરવાના લક્ષ્ય માટે દૂરદર્શી સંકેત આપશે. બરાક ઓબામા આ મહિના બાદ હિરોશિમાની યાત્રા કરનાર પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ હશે જ્યાં અમેરિકાએ પરમાણુ હુમલો કર્યો હતો.

આ યાત્રા જાપાન અને અમેરિકાની વચ્ચેના સંબંધોમાં આવેલા ઉલ્લેખનીય પરિવર્તનને રેખાંકિત કરવાન અવસર છે. અર્નેસ્ટે કહ્યું કે 70 વર્ષ પહેલાં આ અંગે વિચારવું ખૂબ મુશ્કેલ હતું કે એશિયામાં જાપાન સૌથી નજીકના સહયોગીઓમાંથી એક છે. ઓબામા સમૂહ-સાતની બેઠકમાં ભાગ લેવા માટે જાપાનની યાત્રાએ જશે.

You might also like