ઓબામા અને નરેન્દ્ર મોદી ફ્રાંસ આતંકી હુમલાની ટીકા કરી

નવી દિલ્હીઃ ફ્રાંસ નેશનલ ડે પર નીસમાં થયેલા આતંકી હુમલાની પીએમ મોદીએ ટીકા કરી છે. પીએમ મોદીએ ટવિટર પર આ હુમલાની ચિંતા કરી છે. સાથે જ આ રીતની હિંસાનો વિરોધ વ્યક્ત કર્યો છે. બીજી તરફ અમેરિકા રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ હુમલાની ટીકા કરી છે.

તેમણે તેના નિવેદનમાં કહ્યું છે કે અમે હુમલાનો ભોગ બનેલા પરિવારજનોની સાથે છીએ. સાથે જ તેમણે તેમની ટીમને ફ્રાંસિસ પ્રશાસનની શક્ય મદદ કરવા અંગે  અને હુમલાખોરોને સજા અપાવે. આ મામલે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ટવિટર પર ફ્રાંસના નીસમાં આતંકિ હુમલામાં માર્યાગયા લોકોના પરિવારજનો સાથે સંવેદનશીલતા દાખવી છે. ફ્રાંસ અને અન્ય દેશો સાથે મળીને આતંક વિરૂદ્ધ લડાઇ લડશે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે નીસમાં થયેલા આતંકી હુમલાની ટીકા કરી છે. સાથે હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો સાથે સહાનુભૂતી દાખવી છે. આ રીતની ગતીવિધી દુનિયાની શાંતિને ડોહળી નાંખે છે.

You might also like