પનીરસેલ્વમ પડકારશે શશિકલાને, સાબિત કરશે સ્પષ્ટ બહુમતી

ચેન્નઇઃ તમિલનાડુમાં સત્તાનો સંગ્રામ ચાલી રહ્યો છે. AIADMK નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઓ. પનીરસેલ્વમ 50 ધારસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરી રહ્યાં છે. તેમણે પાર્ટી મહાસચિવ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે રાજ્યના પૂર્વ સીએમ જયલલિતાની હોસ્પિટલમાં થયેલી મોત પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેઓ તેની તપાસ માટે ખાસ વિભાગ બનાવવા અંગે ભલામણ કરશે.  જ્યારે AIADMKમાં ભંગાણના પનીરસેલ્વમના દાવા પર પાર્ટીની મહાસચિવ શશિકલાએ ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. તેમણે તમામ ધારાસભ્યોને સાથે રહેવા સાથે  કહ્યું કે છેલ્લાં 48 કલાકમાં જે પણ થયું તે ગદ્દારોની સાજિશ હતી. તમે તે ગદ્દારો પાછળ ન જાવ. આપણે બધાએ એક સાથે રહેવું જોઇએ. આ બેઠક માટે પાર્ટી મુખ્યાલયમાં 130 વિધાયક હાજર છે.

શશિકલાને ચૂંટણી વિભાગ પાસેથી પણ ઝડકો મળ્યો છે. વિભાગે શશિકલાને AIADMKના અંતરિમ મહાસચિવ બનાવવા પર નિયમનો પાલન  કરવામાં આવ્યું નથી. વિભાગે આ મામલે તમિલનાડુની સત્તાધારી પાર્ટીને નોટિસ ફટકારી છે સાથે શશિકલા પાસે મહાસચિવ બનવા અંગેના પ્રસ્તાવની કોપી અને અન્ય વિવરણ માંગ્યા છે. પનીરસેલ્વમે પોતાના નિવાસ સ્થાને મીડિયાને સંબોધતા કહ્યું છે કે હાલના દિવસોમાં અમ્માની બિમારી પર થઇ રહેલા સવાલો પર રાજ્ય સરકાર દ્વારા ખાસ તપાસ કમીટી બનાવવામાં આવી જોઇએ. આ મામલે ખાસ વિભાગની રચના કરવા અંગે ભલામણ પણ કરવામાં આવશે. પનીરસેલ્વમે કહ્યું છે કે અમ્મા 16 વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યાં. હું પણ અમ્માની ઇચ્છાથી બે વખત રાજ્યનો મુખ્યમંત્રી બન્યો. હું હંમેશા અમ્માના પદચિન્હો પર ચાલ્યો છું. હું લોકો સામે મારો પક્ષ રાખવા માંગુ છું. તમિલનાડુના દરેક શહેરમાં જઇને હું લોકો સમક્ષ મારો પક્ષ રાખીશ.

http://sambhaavnews.com/

You might also like