નર્સિંગની એક વિદ્યાર્થિનીનું ભેદી સંજોગામાં મોત, ઘટનાએ ભારે ચકચાર જગાવી

અમદાવાદ: નડિયાદ ટાઉનમાં વીકેવી રોડ પર અાવેલા લકઝુરિયસ ફ્લેટના નવમાં માળેથી પટકાતાં નર્સિંગની એક વિદ્યાર્થિનીનું ભેદી સંજોગામાં મોત નિપજતાં અા ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.  અા અંગેની વિગત એવી છે કે નડિયાદમાં વીકેવી રોડ પર અાવેલ કરમવીર સામ્રાજ્ય ફ્લેટના નવમાં માળેથી પટકાતાં મોત થયું હતું. ગાંધીનગરની રહીશ કલ્પના પ્રવિણભાઈ રોહિત નામની ૨૨ વર્ષની વયની નર્સિંગની વિદ્યાર્થિનીનું મોત થયું હતું. કલ્પના અલકાપુરી સોસાયટીમાં અાવેલી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી અને નર્સિંગનો કોર્સ કરતી હતી.

બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ કરતાં ત્યાંથી વાયગ્રાની ગોળીઓ, દારૂની બોટલો સહિતની શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી અાવી હતી. અા વિદ્યાર્થિની ફ્લેટ ઉપર શા માટે અાવી હતી તે બાબત તપાસનો વિષય બની ગઈ છે. દારૂના નશામાં કોઈ શખસે તેના પર બળાત્કાર ગુજારી નવમાં માળેથી ફેંકી દઈ હત્યા કરી છે કે અા યુવતીએ અાત્મહત્યા કરી છે તે બાબત હજુ સુધી અંકબંધ છે. રહસ્યમય સંજોગોમાં બનેલી અા ઘટનાની પોલીસે જુદી જુદી થિયરીથી તપાસ હાથ ધરી ઉપરોક્ત ફ્લેટમાં રહેતા અનેક લોકોની પૂછપરછ કરી નિવેદનો લીધા છે.

You might also like