ભારત અને જાપાન વચ્ચે ઐતિહાસિક નાગરિક પરમાણુ સમજુતી

ટોક્યો : ભારત અને જાપાન વચ્ચે ઐતિહાસિક નાગરિક પરમાણુ સમજુતી થઇ હતી. ભારતીય  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સમકક્ષ જાપાની શિંઝો આબે વચ્ચે મહત્વનો કરાર થયો હતો. ઉપરાંત જાપાને ભારતનાં એનએસજી સભ્યપદ મુદ્દે પણ સમર્થન આપ્યું હતું.

છ વર્ષ જેટલી લાંબી ચર્ચા અને વાટાઘાટોના અંતે ભારત અને જાપાને આજે ઐતિહાસિક નાગરિક પરમાણુ સંધી પર ટોક્યોમાં હસ્તાક્ષર કર્યા હતા. અત્રે ઉલ્લે્ખનીય છે કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના જાપાની સમકક્ષ શિન્ઝો આબે વચ્ચે લાંબો સમય ચર્ચા ચાલી હતી. ભારતીય વડાપ્રધાનની ત્રીદિવસીય યાત્રાની આ એક મહત્વની સિદ્ધી ગણાવી શકાય.

વડાપ્રધાન મોદીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ન્યુક્લિયરનાં શાંતિપુર્વકનાં ઉપયોગ અને તેમાંથી એનર્જી બનાવવાનાં ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચે થયેલ આ ડીલ સિમાચિન્હ રૂપ છે. આ કરાર હેઠળ જાપાન ભારતને ન્યુક્લિયર સપ્લાય ઉપરાંત ફ્યુલ અને ટેક્નોલોજી સહિતનાં તમામ ક્ષેત્રે મદદ કરશે. ભારત પ્રથમ એવું રાષ્ટ્ર બનશે કે જેણે NPTમાં હસ્તાક્ષર ન કર્યા હોવા છતા પણ જાપાન સાથે અણુકરાર કર્યા હોય.

You might also like