ન્યુક્લિયર ક્રૂઝ મિસાઇલ નિર્ભયનું ચોથી વાર પરીક્ષણ ફેલ, રસ્તામાં જ કરવી પડી નષ્ટ

728_90

બાલાસોર: ભારતના સબસોનિક ક્રૂજ મિસાઇલ નિર્ભયનું ઓડિશામાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલનું પરીક્ષણ બાલાસોરના ચાંદીપુર રેન્જથી કરવામાં આવ્યું. મિસાઇલનું પરીક્ષણ બુધવાર સવારે 11 વાગ્યે 57 મિનિટ પર લોન્ચ પેડ નંબર-3 દ્વારા કરવામાં આવ્યું. જોકે, આ પરીક્ષણ અસફળ રહ્યું હતું.

આ મિસાઇલની મારક ક્ષણતા 700 થી 1000 કિલોમીટર સુધીની છે. તમને જણાવી દઈએ કે આ મિસાઇલનું એકીકૃત પરીક્ષણ રેન્જથી ઘણી વાર પરીક્ષણ કરાઈ ચૂક્યું છે. નિર્ભય મિસાઇલનું પહેલું પરીક્ષણ 12 માર્ચ 2013ના કરવામાં આવ્યું હતું.

આ મિસાઇલનું ચોથું પરીક્ષણ હતું. અત્યાર સુધી આ મિસાઇલનું કોઈ પણ પરીક્ષણ સંપૂર્ણ રીતે સફળ રહ્યું નથી. મિસાઈલ લોન્ચના માત્ર 2 મિનિટ પછી તેને વિસ્ફોટ કરીને ઉડાવવી પડી કેમ કે મિસાઇલે પોતાનો રસ્તો બદલી કાઢ્યો હતો.

You might also like
728_90