કુપવાડામાં 8 આતંકવાદી છુપાયેલા હોવાનાં અહેવાલ : સર્ચ ઓપરેશન

નવી દિલ્હી : કાશ્મીરનાં કુપાવાડામાં લશ્કર એ તોયબા અને જેશ એ મોહમ્મદનાં 8 આતંકવાદીઓ છુપાયેલા હોવાનાં સમાચારો આવી રહ્યા છે. આ આતંકવાદીઓ રાનાવરનાં જંગલોમાં છુપાયેલા છે. સૂત્રો અનુસાર ગુપ્તચર એજન્સીઓનાં રિપોર્ટ પરથી ઉપરોક્ત ખુલાસો થયો છે.

સર્ચ ઓપરેશન શરૂ

ગુપ્ત રિપોર્ટનાં એલર્ટ બાદ સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે. રિપોર્ટ પરથી એવો પણ ખુલાસો આવ્યો છે કે આ વર્ષે ત્રણ મહિનામાં લશ્કર અને જૈશનાં આતંકવાદીઓએ 35 વાર ઘૂસણખોરીનાં પ્રયાસો કર્યા. જેમાં 26 વખત તેઓ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યા.

ગત્ત વર્ષની તુલનામાં આ વખતે ઘૂસણખોરી

ગત્ત વર્ષની અપેક્ષાએ આ વર્ષે ધુસણખોરીનાં પ્રયાસો ઘણા વધી ગયા છે. રિપોર્ટ સામે આવ્યો છે કે ગત્ત વર્ષની અપેક્ષાએ 3 મહિનામાં આ વર્ષે વધારે ધુસણખોરી થઇ છે. 3 મહિનાં દરમિયાન 2015માં 9 વખત ધુસણખોરીનો પ્રયાસ સફળ નથી થયો. 2014માં 32 વખત પ્રયાસ કરવામાં આવ્યો અને આતંકવાદીઓ 10 વખત ધુસણખોરી કરવામાં સફળ થયા.

ISI કરી રહ્યું છે આતંકવાદીઓને મદદ

રિપોર્ટ અનુસાર આ વર્ષે ગત્ત 3 મહિનામાં આતંકવાદીઓ 42 એકે47, 20 પિસ્ટલ અને 25 UGBLની સાથે ધુસણખોરીમાં સફળ રહ્યા છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI આ આતંકવાદીઓને ધુસણખોરી કરાવવા માટે સંપુર્ણ લોજિસ્ટીક સપોર્ટ આપી રહ્યું છે. તે લશ્કર અને જૈશનાં આતંકવાદીઓને હથિયારો પણ પુરા પાડી રહ્યું છે.

You might also like