વડોદરાઃ એમ.એસ.યુનિવર્સીટીમાં NSUIનો હલ્લાબોલ, VC વિરુદ્ધ સૂત્રોચ્ચાર

વડોદરાઃ શહેરની એમ. એસ. યુનિવર્સીટીમાં વિધાર્થી સંઘની ચૂંટણી જાહેર થતાંની સાથે જ વિરોધ પ્રદર્શનો શરૂ થઇ ગયાં છે. એમ. એસ. યુનિવર્સીટીમાં ચૂંટણીની મતગણતરી એક જ સ્થળે યોજવા માટેની માંગ સાથે NSUIનાં વિધાર્થીઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.

વિધાર્થીઓએ વાઈસ ચાન્સેલર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. યુનિવર્સીટીનાં ઈન્ચાર્જ રજિસ્ટ્રારે NSUIની માંગને લઈ ચૂંટણી કમિટી સાથે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું.

મહત્વનું છે કે વડોદરાની એમ.એસ યુનિવર્સીટીમાં વિધાર્થી સંઘની ચૂંટણી જાહેર થતાંની સાથે જ વિરોધ પ્રદર્શનો શરૂ થયાં છે. એમ એસ યુનિવર્સીટીમાં ચૂંટણીની મતગણતરી એક જ સ્થળે યોજવા માટેની માંગ સાથે આજે NSUIનાં વિધાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો.

વિધાર્થીઓએ યુનિવર્સીટીની હેડ ઓફિસ પર ભેગાં થઈને વાઈસ ચાન્સેલર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા તેમજ યુનિવર્સીટીનાં ઈન્ચાર્જ રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવી ચૂંટણીની મતગણતરી એક જ સ્થળે રાખવા માંગ કરી.

NSUIનાં વિધાર્થીઓની સાથે યુનિવર્સીટીનાં સેનેટ સભ્યો અને પૂર્વ વિધાર્થી નેતાઓ પણ જોડાયાં હતાં. મહત્વની વાત છે કે છેલ્લાં ઘણાં વર્ષોથી યુનિવર્સીટીમાં એક જ સ્થળે મતગણતરી થતી હતી પરંતુ ગત વર્ષે યુનિવર્સીટીની તમામ ફેકલ્ટીઓ પર મત ગણતરી યોજવામાં આવી હતી જેમાં ગેરરીતી થઇ હોવાંનો આક્ષેપ NSUIએ કર્યો હતો. યુનિવર્સીટીનાં ઈન્ચાર્જ રજિસ્ટ્રારે NSUIની માંગને લઈ ચૂંટણી કમિટી સાથે ચર્ચા કરી નિર્ણય લેવાશે તેવું આશ્વાસન આપ્યું હતું.

You might also like