Categories: Gujarat

કનૈયાને હવે યુનિવર્સિટીમાં લાવવાની તૈયારી : NSUIને પગમાં પાંખો આવી

અમદાવાદ : જેએનયુ સ્ટુડન્ટ્સ સંગઠનનાં લીડર કનૈયા કુમારને ગુજરાતમાં લાવવા માટેની ગતિવિધિઓ તેજ થઇ છે. જેનાં કારણે હાલ યુનિવર્સિટીનું રાજકારણ ગરમાયું છે. ગુજરાત યુનિવર્સિટીમાં NGO દ્વારા એક કાર્યક્રમમાં હાજર રહેવા માટે કનૈયાને આમંત્રણ આપવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એનજીઓનાં બહાને NSUI યુનિવર્સિટીની ચૂંટણીમાં તરી જવા માંગે છે. ત્યારે જો કનૈયા આ આમંત્રણ સ્વિકારે અને ગુજરાતમાં આવે તો ગુજરાત સરકાર અને ABVP બંન્નેને ભીંસ પડે તેવી શક્યતા છે.

આગામી સેનેટની ચૂંટણીનાં પગલે વિદ્યાર્થીઓને આકર્ષીત કરવા માટે તથા ગુજરાતમાં અભ્યાસનો મુદ્દો ઉપાડવા માટે કનૈયાને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુદ્દે કનૈયા સાથે વાતચીત ચાલી રહી છે. ગુજરાત યુનિવર્સિટીનાં સેનેટ હોલમાં NGO દ્વારા કનૈયાનો કાર્યક્રમ આયોજીત કરવા માટે કુલપતિ પાસે મંજુરી માંગવામાં આવી છે. જો મંજુરી મળશે તો કાર્યક્રમ રાખવામાં આવશે. જો કે એનએસયુઆઇએ જો મંજુરી ન મળે તે માટેનું બીજુ આયોજન પણ કરવા લાગી છે. યૂનિવર્સિટી વિસ્તારમાં અન્ય કોઇ જગ્યા પર પણ કનૈયાનો કાર્યક્રમ કરવા માટે NSUI પ્રતિબદ્ધ છે.

જો કે કનૈયાની વાત આવતા જ ABVP એ દિલ્હી જેવું જ વલણ અહીં પણ અખ્તયાર કર્યું હતું. તેણે જણાવ્યું કે અમે કોઇ પણ પરિસ્થિતીમાં કનૈયા કુમારને યુનિવર્સિટીમાં પ્રવેશવા નહી દઇએ. અમે ગુજરાત યુનિવર્સિટીને પણ JNUની જેમ દેશ વિરોધી પ્રવૃતી માટેનો રાફડો બનવા દેવા નથી માંગતા. માટે કનૈયા કુમારને યુનિવર્સિટી સંકુલમાં પ્રવેશવા દેવામાં નહી આવે અને તેનો કોઇ કાર્યક્રમ પણ યોજાવા દેવામાં નહી આવે.

Navin Sharma

Recent Posts

પ્યાર મેં ધોખાઃ પ્રેમિકાને બદનામ કરવા કોન્સ્ટેબલે અશ્લીલ ફોટાનો સહારો લીધો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બાર વર્ષ સુધી ડિવોર્સી મહિલા સાથે લિવ ઈન રિલેશનમાં રહ્યા બાદ પોલીસ કર્મચારીએ તેના બીભત્સ ફોટોગ્રાફની પ્રિન્ટ…

4 hours ago

1 ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીમાં 10 ટકા સવર્ણ અનામતનો લાભ મળશે

(એજન્સી) નવી દિલ્હી: સામાન્ય શ્રેણીના આર્થિક રીતેે નબળા વર્ગ (ઇડબ્લ્યુએસ)ના લોકોને ૧ ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીઓમાં ૧૦ ટકા અનામતનો લાભ…

6 hours ago

…તો ઇજાગ્રસ્ત પેસેન્જર મુંબઇના બદલે કોલકતા પહોંચી ગયો હોત

(અમદાવાદ બ્યૂશ્રરો) અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૯ની ઇવેન્ટમાં હાજરી આપવા આવેલા મુંબઇના પ્રવાસીને પાછા ફરતી વખતે અન્ય ફલાઇટમાં બેસાડી દેવાતાં…

7 hours ago

Ahmedabadમાં 800 કરોડના ખર્ચે નવાં આઠ મલ્ટિસ્ટોરિડ પાર્કિંગ બનાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: દેશના ગોવા જેવા રાજ્ય કરતાં પણ વધુ વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર દ્વારા આગામી નાણાકીય…

7 hours ago

પ્રોપર્ટીના વિવાદમાં એક જ પરિવારના સભ્યો આમને સામનેઃ ત્રણ ઘાયલ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરના રખિયાલમાં ગઇ કાલે સાંજે પ્રોપર્ટીના વિવાદમાં એક જ પરિવારના બે સભ્યો વચ્ચે લોહિયાળ જંગ ખેલાતાં સમગ્ર…

7 hours ago

નંબર પ્લેટ વિના ફરતા નવાં વાહનો પર RTOની તવાઈ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નંબર પ્લેટ વિના નવા ફરતા વાહનો પર રોક લગાવવા માટે આરટીઓએ ડીલરો સામે…

7 hours ago