યુનિવર્સિટીની સેનેટ બેઠક પહેલા NSUI દ્વારા ચૂંટણીમાં અનામતને લઈને હોબાળો

ગુજરાત યુનિવર્સિટી સેનેટ સભ્યોની બેઠક અગાઉ યુનિવર્સિટીમાં NSUIએ હોબાળો કર્યો હતો. ત્યારે હવે ફરી એક વખત બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં હાઈકોર્ટના આદેશને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

સેનેટ અને વેલફેરની ચૂંટણી રદ્દ કરવા મામલે બેઠકમાં ચર્ચા થઈ હતી.. આ બેઠકમાં 5 સભ્યોની કમિટી બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમા 2 સિન્ડિકેટ સભ્ય, 1 અધ્યાપકની નિમણૂક કરાઈ છે.

આ ઉપરાંત આ કમિટીમાં 1 કાયદાના અધ્યાપક અને 1 વકીલની પણ નિમણૂંક કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, સેનેટ ચૂંટણીમાં અનામતને લઇને NSUI દ્વારા વિરોધ કરાયો હતો. હોબાળા બાદ વીસી બેઠક છોડી નીકળી ગયા હતા. ખોટી રીતે સેનેટની ચૂંટણી રદ્દ કરાઇ હોવાનો આક્ષેપ કરાયો હતો.

You might also like