એક સમયે ભારતનાં કારણે જ બન્યું હતું NSG : હવે કરે છે સભ્યપદનો ઇન્કાર

નવી દિલ્હી : જે એનએસજીનો સભ્ય બનવા માટે ભારત ધમપછાડા કરી રહ્યું છે તે ભારતનાં કારણે જ એનએસજી ગ્રુપનો જન્મ થયો હતો. આ સાંભળીને તમને આશ્ચર્ય જરૂર નશે પરંતુ આ એક સત્ય છે. ન્યૂક્લિયર સપ્લાઇ ગ્રુપનાં અસ્તિત્વમાં આવવા પાછળ ભારતનાં પુર્વવડાપ્રધાન ઇન્દિરા ગાંધી છે. ઇન્દિરા ગાંધી સત્તામાં આવતા જ ભારતે પહેલી વાર 1974માં પરમાણુ પરિક્ષણ કર્યું હતું. આ સંપુર્ણ મિશનનો કોડવર્ડ હતો બુદ્ધા સ્માઇલ.

આ પરીક્ષણ દુનિયાનાં કેટલાય દેશો માટે આકરો ઘા હતો. જેનાં કારણે તેની વિરુદ્ધ એક ગ્રુપ બનાવ્યું અને તેનું નામ જ ન્યૂક્લિયર સપ્લાઇ ગ્રુપ. ભારતનાં પરમાણુ પરિક્ષણ બાદ નવેમ્બર 1975માં પહેલીવાર કેટલાક દેશો વચ્ચે બેઠક થઇ. આ બેઠકમાં ભારતનાં પરમાણુ પરિક્ષણની આલોચનાં કરવામાં આવી. ભારતને આવુ પગલુ ફરી નહી ભરવાની ચેતવણી આપવામાં આવી. તે ઉપરાંત અન્ય દેશો આવુ પગલુ ન ભરે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી. આ દરમિયાન 1975થી લઇને 1978 બેઠકનો લાંબો દોર ચાલ્યો.

આ બેઠકો બાદ કેટલાક એગ્રીમેન્ટ થયા અને કેટલીક ગાઇડલાન્સ સામે આવી. કેટલીક વસ્તુઓની યાદી બનાવવામાં આવી જેને એક્સપોર્ટ કરી શકાય પરંતુ તે માત્ર તે જ દેશોની વેચી શકે જે આ ગ્રુપનાં સભ્યો હોય. એનએસજી પહેલા તેનું નામ લંડન સપ્લાઇ ગ્રુપ હતું. તે ઉપરાંત તેને લંડન ગ્રુપનાં નામે પણ ઓળખવામાં આવતું હતું. 1978 બાદ 1991 સુધી આ ગ્રુપની કોઇ બીજી વખત બેઠક જ થઇ નહોતી. સૌથી મહત્વની વાત છે કે જેનાં કારણે આ ગ્રુપ બન્યું તે ભારત જ આજે સભ્ય બનવા માટે ધમપછાડા કરી રહ્યું છે.

You might also like