ભારતનો પરમાણુ રેકોર્ડ સારો, પરંતુ પાકને પણ મળવી જોઇએ NSGમાં તકઃ ચીન

નવી દિલ્હીઃ ચીને NSGમાં ભારતના સમર્થન પર કહ્યું છે કે પાકિસ્તાન કરતા ભારતનો પરમાણુ રેકોર્ડ ઉમદા છે. પરંતુ 48 દેશોના NSG ગ્રૂપમાં શામેલ કરતી વખતે કોઇ પણ પ્રકારનો ભેદભાવ ન હોવો જોઇએ. દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ચીનના સરકારી અધિકારીએ આ અંગે માહિતી આપી છે.

ચીનની કોમ્યુનિટી પાર્ટીના સદસ્ય જિયાંગ્વૂએ 19માં એશિયાઇ સુરક્ષા સમ્મેલનમાં કહ્યું છે કે NSGના સભ્ય પદ માટે બંને દેશઓની સ્થિતિ સામાન્ય છે. બંનેને એક વખત NSG સમૂહમાં શામેલ થવાની તક મળવી જોઇએ, બાકી તો વૈશ્વિક સ્તર પર પરમાણુ ક્ષેત્ર સાથે જોડાયેલા આર્થિક અને તકનીકિ નિર્ણય લઇ શકે છે. જિયાંગ્વૂએ કહ્યું છે કે જો ચીન એનએસજીમાં ભારતને સમર્થન આપશે તો પાકિસ્તને પણ આપશે. પાકિસ્તાન પણ ચીનનો મીત્ર છે. તેની સાથે ભેદભાવ ન કરવા સાથે પાકિસ્તાનને પણ બરાબરનો હક પ્રાપ્ત થવો જોઇએ. આ મુદ્દે ચીનની પોતાની સ્થિતિ છે. જે તમામ સામે સ્પષ્ટ છે.

ભારત ચીનના સીમા વિવાદ પર જિયાંગ્વૂએ કહ્યું કે આ એક જટિલ મુદ્દો છે. બંને દેશોએ પોતાના તાલમેલથી તેને સોલ્વ કરવો જોઇએ. જો ભારત આ દિશામાં કોઇ યોગ્ય પહેલ કરશે તો ચીન પણ તેને આગળ વધારવા માટે સહમત છે.

http://sambhaavnews.com/

You might also like