NSG માટે ભારતને USનો સપોર્ટ મળતાં પાક.ના પેટમાં તેલ રેડાયું

ઈસ્લામાબાદ: ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)ની મેમ્બરશિપ માટે યુએસને ભારતનો સપોર્ટ મળતાં પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે સભ્યપદ પર સમર્થન માટે એનએસજી દેશોના ડિપ્લોમેટિક મિશનને પોતાની વાત સમજાવવા બોલાવ્યું છે. પાકિસ્તાને ઈસ્લામાબાદમાં આ દેશોને કહ્યું કે ભારતને એનએસજી મેમ્બરશિપ મળવી તે સાઉથ એશિયાની સ્ટ્રેટેજી સ્ટેબિલિટી પર નેગેટિવ અસર કરશે. પાકિસ્તાન વડા પ્રધાનના વિદેશી બાબતોના સલાહકાર સરતાજ અઝીઝે ત્રણ દેશોના વિદેશ પ્રધાનોને ફોન કરીને એનએસજી મેમ્બરશિપના મુદ્દે સમર્થન આપવાની વાત કરી.

અમેરિકા, સ્વિટ્ઝર્લેન્ડ અને મેક્સિકોના સપોર્ટ બાદ માનવામાં આવી રહ્યું છે કે ભારત એનએસજી સભ્યપદ મેળવી લેશે. પાકિસ્તાનના ન્યૂઝપેપર ‘ધ ડોન’ના સમાચાર મુજબ અઝીઝે રશિયા, ન્યૂઝીલેન્ડ અને સાઉથ કોરિયાના વિદેશ પ્રધાનો સાથે ફોન પર વાત કરી. અઝીઝે ત્રણ દેશોના વિદેશ પ્રધાનોને એનએસજી સભ્યપદના મુદ્દા પર પાકિસ્તાનને સમર્થન આપવાની વાત કહી.

પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા મુજબ અઝીઝની ત્રણ દેશો સાથે વાતચીતને પાકિસ્તાનનો ડિપ્લોમેટિક પ્રયત્ન માની શકાય છે. પ્રવકતાએ એમ પણ જણાવ્યું હતું કે અઝીઝે સભ્યપદ માટે પાકિસ્તાનની મજબૂત દાવેદારીનો ઉલ્લેખ કર્યો.
એનએસજી દેશો સાથે ‌િબ્રફિંગ સેશનમાં પાક. વિદેશ મંત્રાલયની ઓફિસમાં યુએન ડેસ્કની હેડ તસનીલ અસલમે કહ્યું કે અમારી પાસે એક્સ્પર્ટાઈઝ ઉપરાંત મેન પાવર ઈન્ફ્રાસ્ટ્રકચર અને એનએસજીના માપદંડ હેઠળ કન્ટ્રોલ્ડ એટોમિક આઈટમ અને સર્વિસ આપવાની ક્ષમતા છે એટલું જ નહીં પાકિસ્તાન પાસે શાંતિ કાર્ય માટે આપવા પર્યાપ્ત ન્યુક્લિયર સામાન પણ છે.

You might also like