NSG મુદ્દે ચીનના સમર્થન માટે ભારતનો માસ્ટર સ્ટ્રોક

લખનૌ: અેનએસજી (ન્યૂક્લિયર સપ્લાયર ગ્રૂપ)માં સભ્યપદ માટે જો ચીન ભારતને સમર્થન આપશે તો ચીનની કંપનીઓને ભારતમાં વેપારની વિપુલ તક આપવામાં આવશે તેવી ભારતે નવી તરકીબ શોધી કાઢી છે તેમજ ચીનની કેટલીક કંપનીઓ સામે જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેને હટાવી લઈ ચીન માટે ભારતમાં બજાર ખોલી શકે તેમ છે. આ અંગે ભારત ચીનની કંપનીઓ અને નાગરિકોની સલામતીને લઈને વધુ નરમ વલણ અપનાવવા તૈયાર હોવાના સંકેત મળી રહ્યા છે.

આમ પણ ભારત વેપારની દૃ‌િષ્ટએ પાકિસ્તાનની સરખામણીએ મોટો ભાગીદાર દેશ ગણાય છે અને જો સિક્યો‌િરટી ‌િક્લયરન્સમાં નરમ વલણ જોવા મળશે તો આવાે વેપાર અનેકગણો વધી શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ચીનને લઈને ભારત સરકારનું વલણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ચીની નાગરિકો માટે ‌િવઝા નિયમો વધુ સરળ બનાવવામાં આવ્યા છે. ચીની નાગરિકોને ‌િવઝાની પ્રાયર રેફરલ કેટેગરીમાંથી બહાર ગણવામાં આવી રહ્યા છે અેટલે કે હવે ચીનના નાગરિક સરળતાથી ભારત આવી શકશે. હાલમાં માત્ર ‌િબઝનેસ ‌િવઝાને લઈને કેટલીક અડચણો છે, જે ટૂંક સમયમાં દૂર થઈ જાય તેવી સંભાવના છે.

તાજેતરમાં ભારતે તેના બંદરગાહ પર ચીની માછીમારોને લઈને પણ કેટલાક નિયમો સરળ બનાવ્યા છે. તે રીતે ભારત તરફથી આવા પ્રયાસને વધુ સક્રિય બનાવવામાં આવી રહ્યા છે.  ભારતની અેનઅેસજીની સદસ્યતાને લઈને ચીન વિરોધ કરી રહ્યું છે ત્યારે ભારતની આવી સદસ્યતાને ચીનનું મીડિયા ખતરારૂપ માની રહ્યું છે. ચીની મીડિયાએ દાવો કર્યો છે કે ભારતની આવી સદસ્યતાથી પાકિસ્તાનને જ નહિ પણ ચીનને પણ નુકસાન થવાની સંભાવના છે.

You might also like