અમરનાથ યાત્રા પર આતંકી હુમલાને લઇને એલર્ટ, NSG કમાન્ડોની ટીમ કરાઇ તૈનાત

અમરનાથ યાત્રા પહેલા આઇબીને ઇનપુટમાં મળેલા રીપોર્ટને અનુસાર અમરનાથ યાત્રા પર આતંકીઓ ફિદાયીન હુમલો કરી શકે છે. આતંકીઓના કોઇપણ હુમલાને કરારો જવાબ આપવામાં માટે NSG બ્લેક કેટ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે.

આ કમાન્ડો કોઇપણ પરિસ્થિતિને પહોંચીવળવા તૈયાર છે. આ સાથે એરપોર્ટની જવાબદારી પણ આ કમાન્ડોને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જમ્મુ-કાશ્મીરમાં સેના દ્વારા ઓપરેશન ઓલઆઉટ ચાલી રહ્યું છે. સેનાના ઓપરેશન ઓલઆઉટના ઉશ્કેરણી રૂપે આતંકીઓ અમરના યાત્રાને નિશાન બનાવી શકે છે.

આ વર્ષે અમરનાથ યાત્રા પર આતંકી હુમલાને લઈને એલર્ટ જાહેર કરાયું હતું. તેને ધ્યાનમાં રાખીને એન.એસ.જી કમાન્ડોને તૈનાત કરાયા છે. આ કમાન્ડો બ્લેક કેટના નામે પ્રસિદ્ધ છે. આતંકવાદીઓ સામે ખાસ તાલીમ લીધેલા આ કમાન્ડોને સરકારે યાત્રાળુઓના રક્ષણ માટે ઉતાર્યા છે, અને તેમનું હાલ આતંકીઓ સામે કઈ રીતે લડવું તેનું મોકડ્રીલ ચાલી રહ્યું હોવાની માહિતી મળી છે.

જમ્મુ કશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગ્યા બાદ આતંકીઓ સામે કડક કાર્યાવાહી શરૂ કરવામાં આવી છે. પી.ડી.પી અને ભાજપના ગઠબંધન તૂટયા બાદ સેનાને વધારે પાવર મળ્યો હોય તેમ લાગી રહ્યું છે. આ ટીમ આંતકીઓનો ખાત્મો કરવાની ક્ષમતા ધરાવતી ટીમ છે. હાલ અલગતાવાદી નેતાઓને પણ નજરકેદ કરાયા છે. આ જોતા લાગી રહ્યું છે કે કશ્મીરની સ્થિતિ જોઈને આ કમાન્ડોને તૈનાત કરાયા છે.

You might also like