NSE-MCXનું મર્જર થશે નહીંઃ સેબી પ્રસ્તાવની તરફેણમાં નથી

મુંબઇ:  નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) અને મ‌િલ્ટ કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) વચ્ચે સૂચિત વિલય નિકટના ભવિષ્યમાં થવાની શક્યતા નથી. સેબી બંનેના વિલયની તરફેણમાં નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર એનએસઇ સંબંધિત કો-લોકેશન કેસમાં પડતર તપાસના કારણે સેબી આ પ્રસ્તાવની તરફેણમાં નથી.

બંને એક્સચેન્જોએ શરૂઆતમાં એકબીજાના વિલય માટે પ્રસ્તાવ તૈયાર કર્યો હતો અને આ ડીલ માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કરની પણ નિમણૂક કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ મહિનાના આરંભે એનએસઇ-એમસીએક્સના વિલય પ્રસ્તાવને લઇને સેબી સાથે પ્રારંભિક દોરની ચર્ચા પણ કરાઇ હતી, પરંતુ સેબી તરફથી આ સંદર્ભમાં કોઇ સકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો નથી.

માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર સેબીનું માનવું છે કે આ વિલય એનએસઇના શિડ્યુલિંગને પ્રોત્સાહિત કરી શકે છે અને તેનાથી જટિલતા ઊભી થઇ શકે છે, કારણ કે કો-લોકેશન વિવાદ હજુ પણ ઉકેલાયો નથી.

ડિસેમ્બર-૨૦૧૭માં સેબીના બોર્ડ દ્વારા વૈશ્વિક એક્સચેન્જ માળખાને સ્વીકૃતિ અપાયા બાદ એનએસઇ અને એમસીએક્સે મર્જર (વિલય)ની વાતચીત શરૂ કરી હતી.

સૂત્રોનું માનવું છે કે સંભવિત વિલયથી એનએસઇ અને એમસીએક્સ બંનેને ટ્રેડિંગ સેક્ટરમાં પોતાનો વ્યાપ વધુ મજબૂત કરવામાં મદદ મળી રહેશે. એનએસઇ ઇક્વિટી ટ્રેડિંગમાં માર્કેટમાં ટોચ પર છે, જોકે એમસીએક્સે આ મુદ્દા પર કોઇ ટિપ્પણી કરવા ઇન્કાર કર્યો છે.

એમસીએક્સનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૩૭ અબજ છે. તુલનાત્મક રીતે નોન શિડ્યુલિંગ એનએસઇનું મૂલ્ય વર્તમાન માર્કેટ ટ્રેડિંગ બાદ રૂ. ૪૦૦ અબજ છે, જે એમસીએક્સથી દસ ગણું વધુ છે.

You might also like