NSE જાન્યુ.માં ગિફ્ટ સિટી ખાતે શરૂ થશે

મુંબઇ: ગાંધીનગર ખાતે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્. (ગિફ્ટ) સિટી ખાતે અથવા ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર ખાતે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડિયા ઓફ લિ. (એનએસઇ) તેનું ઓપરેશન જાન્યુઆરીમાં શરૂ કરશે એવું આ બાબત સાથે પરિચિત બે લોકોએ જણાવ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક્સચેન્જને એનએસઇની ૧૦૦ ટકા સબસિડિયરી એનએસઇ આઇએફએસસી લિ. અને એનએસઇ આઇએફએસસી ક્લિયરિંગ કોર્પોરેશનની રચના કરવા માટે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (આરઓસી) તરફથી મંજૂરી મળી ગઇ છે અને હવે સેબીની મંજૂરી માટે અરજી કરનાર છે.

એનએસઇ આઇએફએસસી લિ. ગિફ્ટ સેઝ ખાતે નવું ઇન્ટરનેશનલ એક્સચેન્જ હશે જેને એનએસઇ પ્રમોટ કરશે. એનએસઇએ એક નિવેદનમાં જણાવ્યું છે કે અમે આ માટે ટૂંક સમયમાં સેબીને અરજી કરીશું. એનએસઇ પોતાના ઓપરેશન માટે ગિફ્ટ સિટીમાં જગ્યાની ફાળવણી માટે આખરી ફાળવણી પત્રની રાહ જોઇ રહ્યું છે. કામચલાઉ વ્યવસ્થા તરીકે એનએસઇએ ગિફ્ટ બિઝનેસ સેન્ટરમાં જગ્યા પ્રાપ્ત કરી લીધી છે.
http://sambhaavnews.com/

You might also like