શેરબજાર પોઝિટિવ ખૂલ્યા બાદ સુધારો ધોવાયો

અમદાવાદ: ગઇ કાલે મહત્ત્વનું જીએસટી બિલ રાજ્યસભામાંથી પસાર થઇ ગયા બાદ અને શેરબજાર ઉપર પણ તેની પોઝિટિવ અસર જોવા મળી હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૩૧.૩૯ પોઇન્ટના સુધારે ૨૭,૮૨૮.૯૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૪૦.૫૫ પોઇન્ટના સુધારે ૮,૫૮૫.૪૦ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી, જોકે ત્યાર બાદ તુરત જ આ સુધારો ધોવાઇ ગયો હતો અને બજાર રેડ ઝોનમાં જોવાયું હતું. ઓટોમોબાઇલ કંપનીના શેરમાં ઉછાળો નોંધાયો હતો, જેમાં ટાટા મોટર્સ કંપનીના શેરમાં ૨.૯૭ ટકાનો ઉછાળો જોવાયો હતો.

સન ફાર્મા અને ઓએનજીસી કંપનીના શેરમાં પણ ૧.૪૦ ટકાથી ૧.૮૦ ટકાનો સુધારો નોંધાયો હતો. તો બીજી બાજુ લ્યુપિન, ભારતી એરટેલ અને આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં ૦.૫૦ ટકાથી ૧.૨૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. બેન્ક શેરમાં વેચવાલી નોંધાઇ હતી. બેન્ક નિફ્ટીમાં પણ ૧૨૭ પોઇન્ટનો ઘટાડો નોંધાઇ ૧૮,૪૭૪ની સપાટીએ ટ્રેડિંગમાં નોંધાઇ હતી.

You might also like