બેન્ક-ઓટો શેર્સની આગેવાનીએ સેન્સેક્સમાં ૨૦૦ પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં સુધારાની ચાલ નોંધાઈ હતી. ઈન્ટ્રા-ડે ટ્રેડિંગમાં બીએસઈ સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટના સુધારે ૨૮ હજારની સપાટી તોડી ૨૮,૧૦૫ જ્યારે એનએસઈ નીફ્ટી ૬૨ પોઈન્ટના સુધારે ૮૬૫૦ની સપાટી વટાવી ૮૬૭૦ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

એશિયાઈ બજારોમાં જોવા મળેલા સુધારા તથા રેટ કટની સંભાવનાના પગલે ઘટાડે બેન્કિંગ સ્ટોક્સ સહિત ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ સેક્ટરના શેર્સમાં જોરદાર લેવાલી શેરબજારમાં સુધારો નોંધાયો હતો.

આજે શરૂઆતે રિલાયન્સ કંપનીના શેર્સમાં ૨.૮૫ ટકાનો સુધારો નોંધાઈ ૧૦૫૭ની સપાટીએ ટ્રેડિંગમાં જોવાયો હતો. જ્યારે ટાટા મોટર્સ કંપનીના શેર્સમાં પણ ૪.૧૮ ટકાનો ઉછાળો નોંધાયો હતો. હીરો મોટોકોર્પ કંપનીના શેર્સમાં ૨.૫૦ ટકાનો સુધારો જોવાયો હતો તો બીજી બાજુ વિપ્રો, લુપિન અને એચડીએફસી બેન્કના શેર્સમાં ૧.૫૦ ટકાથી ૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

બીએસસી મિડકેપ સેક્ટર ઈન્ડેક્સમાં ૦.૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો. એ જ પ્રમાણે લાર્જ કેપ ઈન્ડેક્સમાં પણ ૦.૮ ટકાનો ઉછાળો નોંધાયો હતો. જોકે મિડિયા કંપનીના શેર્સ તૂટ્યા હતા. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે નીચા મથાળે શેર્સમાં ખરીદી લાંબા સમયગાળા માટે લાભકારક પૂરવાર થઈ શકે છે. આગામી દિવસોમાં ફુગાવો તથા જીએસટી બિલની અમલવારી એટલું જ નહીં વિદેશી રોકાણ વધે તેવા સેન્ટિમેન્ટ પાછળ બજારમાં સુધારાની ચાલ જોવાઈ શકે છે.

ખાનગી બેન્કોના શેર્સમાં ઉછાળો
ICICI                       ૧.૦૦ ટકા
એક્સિસ બેન્ક            ૦.૭૫ ટકા
એચડીએફસી            ૦.૫૪ ટકા
યસ બેન્ક                   ૦.૫૫ ટકા
કોટક મહિન્દ્રા બેન્ક    ૦.૨૫ ટકા
ફેડરલ બેન્ક               ૦.૨૨ ટકા

You might also like