બેંકોકમાં ભારત અને પાક.વચ્ચે સુરક્ષા સલાહકારની વાતચીત

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાનનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો (એનએસએ)એ રવિવારે બેંકોકમાં બંન્ને દેશો વચ્ચે શાંતિ, સુરક્ષા, આતંકવાદ અને જમ્મૂ કાશ્મીર સહિત ઘણા વિષયો પર ચર્ચા થઇ. બંન્ને દેશો વિદેશ સચિવ પણ આ મીટિંગમાં હાજર રહ્યા હતા. એએસએ લેવલની વાતચીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાની વડાપ્રધાન શરીફ વચ્ચે ગ્લોબલ એનવાયરમેન્ટ શિખર પરિષદ દરમિયાન થયેલી સંક્ષીપ્ત મુલાકાત બાદ થયો છે.
મીટિંગ બાદ બાહર પડાયેલા સંયુક્ત વક્તવ્યમાં કહેવામાં આવ્યું કે બંન્ને નેતાઓની દ્રષ્ટિ દ્વારા નિર્દેશિત બંન્ને પક્ષોની વાતચીત શાંતિપુર્ણ, સમૃદ્ધ અને સ્થિર દક્ષિણ એશિયા બની શકે છે. સંયુક્ત વક્તવ્ય અનુસાર આ વાતચીત સ્પષ્ટ, સૌહાર્દપુર્ણ અને રચનાત્મક વાતાવરણમાં થઇ હતી. બંન્ને પક્ષોએ વાતચીત આગળ વધારવા માટેની સંમતી દર્શાવી હતી. આ વાતચીતનાં અંશો અને સંયુક્ત વક્તવ્ય અને તસ્વીર વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા વિકાસ સ્વરૂપે ટ્વિટ કરી હતી.

You might also like