પત્ની અને સાસરિયાના ત્રાસથી NRI યુવકે જન્મદિવસે જ કર્યો આપઘાત

ખેડાના આતરસુમબાના NRI યુવકે જન્મદીવસે જ કર્યો આપઘાત. પેટ્રોલ છાંટીને યુવકે પત્નિ અને સાસરીયાઓના ત્રાસથી આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે. ઘટનાસ્થળેથી પોલીસને સુસાઈટ નોટ મળી આવી છે. સુસાઈટનોટમાં યુવકે કર્યા સાસરીયાઓની ત્રાસથી આપઘાતનો ખુલાસો કર્યો હતો.

પત્ની અને તેના ભાઈઓના ત્રાસથી આપઘાત કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા હતાં. પત્નિએ મહિલા કાયદાનો દુરુપયોગ કરીને ખોટા કેસ કર્યા હતાં અને સાળાઓએ રૂ. 40 લાખ મૃતક પાસે પડાવ્યા હતા તેવા આક્ષેપો સામે આવ્યા છે. અમદાવાદની યુવતી સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા થઈ હતી.

યુવકે સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા બાદ લગ્ન કર્યા હતાં. લગ્નના 8 દિવસ બાદ જ યુવતીએ રંગ બતાવવાનો શરૂ કર્યો હતો. આતરસુમબા પોલીસે સુસાઈટ નોટના આધારે તપાસ શરૂ કરી છે. યુવક શૈલેષ પટેલ લંડનમાં સ્ટુડન્ટ વિઝા પર અહીં રહેતો હતો. ભાભી લીલાબેન અને ભાઈ બળદેવ પટેલ સાથે મૃતક શૈલેષ પટેલની છેલ્લી ટેલિફોનિક વાત

You might also like