મોદી સરકાર માટે સારા સમાચાર, 6 મહિનામાં 22 લાખ નવી નોકરીઓ થઇ તૈયાર

રોજગારના મામલામાં સતત વિપક્ષો દ્વારા ઘેરાયેલી મોદી સરકાર માટે સારા સમાચાર છે. ગત 6 મહિના (ફેબ્રુઆરી સુધી) દરમિયાન 22 લાખ નવી નોકરીઓ તૈયાર થઇ છે. પ્રોવિડન્ટ ફંડ સંસ્થા (EPFO) અને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) તરફથી જાહેર થયેલા પગારપત્રકના આંકડા પરથી આ સંકેત મળ્યા છે. આ ડેટા પરથી રોજગાર મુદ્દે સરકારની સ્થિતિ વધૂ મજબૂત દેખાઇ રહી છે.

EPFO તરફથી જાહેર કરેલા ડેટા મુજબ, ફેબ્રુઆરી સુધી છેલ્લા 6 મહિના દરમ્યાન કુલ 31 લાખ લોકોએ સંગઠનની સાથે ખાતુ ખોલ્યું છે. જેમાંથી 18 થી 25 વર્ષની ઉંમરના સભ્યોને નવી નોકરી જોઈન્ટ કરવા અંગે ગણાવ્યું છે. જેની કુલ સંખ્યા 18.5 લાખ છે. વિશેષજ્ઞોનું કહેવુ છે કે 18 થી 25 વર્ષની ઉંમરના સભ્યોને અલગ કરી દઇએ અને માત્ર 25થી વધુ વર્ષની ઉંમરના લોકોના ફંડને જોઈએ તો તેના પરથી ખબર પડે છે કે અર્થવ્યવસ્થાનો ઘણો ભાગ ધીમે-ધીમે સંગઠિત થઇ રહ્યો છે.

નેશનલ પેન્શન સિસ્ટમની જો વાત કરવામાં આવે તો, 6 મહિના દરમિયાન કેન્દ્રીય અને સરકારી ક્ષેત્રથી 3.50 લાખ લોકોએ નવા એકાઉન્ટ ખોલ્યા છે. આ ડેટા મેળવીને કુલ નવા રોજગારની સંખ્યા 22 લાખની આસપાસ છે.

EPFO અને NPSની તરફથી જારી કરવામાં આવેલા આ ડેટા મોદી સરકાર માટે રાહતજનક સમાચાર છે. વિપક્ષ અવિરતપણે રાજગાર મુદ્દે સરકાર પર શાબ્દિક હુમલો કરે છે.

NPS અને EPFO સિવાય એમ્પલૉઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને (ESIC) પણ બુધવારે પગારપત્રકના આંકડા જાહેર કર્યા છે. જોકે, આ આંકડાની ફરીથી તપાસ થઇ રહીં છે. કારણકે આધાર સાથે આ આંકડા લિંક નથી. આ આંકડામાં સામે આવ્યું છે કે 18 થી 25 વર્ષની વયના 8,30,000 લોકો નવા જોડાયા છે. જો આ આંકડાને પણ સામેલ કરવામાં આવે તો દેશમાં કુલ નવી રોજગારીનો આંકડો 30 લાખની પાર પહોંચી શકે છે.

You might also like