મેઘાલયમાં BJPની ગઠબંધન સરકાર, 6 માર્ચે શપથ ગ્રહણ

શિલોન્ગ: મેઘાલયમાં સરકાર બનાવવાનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો છે. અહીંયા હવેની સરકાર NPPના નેતૃત્વ વાળી હશે. પાર્ટીના ચીફ કોનરાડ સંગમા આગળના ચીફ હશે. એમને યૂનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી, BJP, HSPDP અને UDP નું સમર્થન મળ્યું છે. રવિવારે સાંજે કોનરાડે ગવર્નર ગંગા પ્રસાદ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. શપથ ગ્રહણ સમારોહ 6 માર્ચ સવારે 10:30 વાગ્યે થશે. આ પહેલા શનિવાર સાંજે કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.

કોણ છે કોનરાડ સંગમા
કોનરાડ સંગમાનો જન્મ 27 જાન્યુઆરી 1978એ થયો હતો.
એ મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી અને લોકસભા સ્પીકર રહેલા પી.એ.સંગમાના પુત્ર છે.
એમની બહેન આસ્થા સંગમા કોંગ્રેસના યૂપીએ ગઠબંધનમાં રેબિનેટ મંત્રી રહી ચુક્યા છે.
કોનરાડના ભાઇ જેમ્સ સંગમા ગત વિધાનસભામાં નેતા વિપક્ષ હતા.
આ ઉપરાંત એ સેલ્સેસાના ધારાસભ્ય અને નેતા વિપક્ષ રહી ચૂક્યા છે.
એમને 2014માં તુરા સંસદીય ક્ષેત્રથી લોકસભા ચૂંટણી જીતી હતી.

નોંધનીય છે કે મેઘાલયમાં કુલ 60 સીટો છે. ચૂંટણી 59 પર થઇ છે. એક સીટ પર ઉમેદવારના નિધનના કારણે વોટ નાંખવામાં આવ્યા નહતા. બહુમત માટે 30 ધારાસભ્યની જરૂર છે.

યૂડીપી નેકા દોનકુપ રોયે કહ્યું, ‘NPP નેતા કોનરાડ સંગમા જ મેઘાલયના CM બનશે.’ અમે કોંગ્રેસ સાથે કામ કરી શકીશું નહીં. અમે રાજ્યમાં સ્થિર સરકાર ઇચ્છીએ છીએ. એટલા માટે અમે NPP અને BJPની સરકારને સપોર્ટ કરી રહ્યા છે.

જણાવી દઇએ કે રાજ્યમાં ભાજપે ચૂંટણી પહેલા કોઇ પણ પાર્ટી સાથે ગઠબંધન નહતું કર્યું. એ એકલી મેદાનમાં ઊતરી હતી. બીજેપીએ પૂર્વોત્તરમાં નોર્થઇસ્ટ ડેમોક્રેટિક અલાયન્સ બનાવી હતી. એમાં અસમ ગણ પરિષદ, નેશનલ પીપુલ્સ પાર્ટી, નગા પીપુલ્સ ફ્રંટ, બોડોલેન્ડ પીપુલ્સ ફ્રંટ, સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ, મિજો નેશનલ ફ્રંટ, મણિપુર પીપુલ્સ પાર્ટી, ઇન્ડીજિનસ નેશનલિસ્ટ પાર્ટી ઓફ ત્રિપુરા, મણિપુર ડેમોક્રેટિક પીપુલ્સ ફ્રંટ અને ગણશ્કિત પાર્ટીનો સમાવેશ થાય છે.

You might also like