કોન્સ્ટેબલ વર્ધી પહેરીને ભીખ માંગવા કેમ થયો મજબુર…..

એવુ શુ થયુ કે મુંબઈ પોલીસનો આ કોન્સ્ટેબલ પોતાના સાહેબ સામે ભીખ માંગવાની પરવાનગી માંગી રહ્યો છે. કેમ તે આટલો લાચાર છે? આખરે કેમ તે ભીખ માંગવા માટે મજબૂર છે, આ મામલો ઘણો હેરાન કરનારો છે.

મુંબઈ પોલીસના એક કોન્સ્ટેબલે હેરાન થઈ સીએમ અને પોતાના સિનિયર્સ પાસેથી ભીખ માંગવાની પરવાનગી માંગી રહ્યો છે, તેમણે ભીખ માંગવા માટે કાયદેસરનો એક પત્ર લખ્યો છે. લેટરમાં હવાલદારનું નામ દન્યનેશ્વર અહીરરાવ છે, જે ઉદ્ધવ ઠાકરેના ઘરની સુરક્ષામાં તૈનાત છે. તેણે સીએમ ફડણવીસ અને પોલીસ કમિશ્નર દત્તાત્રય પડસલગીકરને બે મહિનાથી વેતન ન મળવાની ફરિયાદ કરતા, આ મુશ્કેલ સમયમાં ભીખ માંગવાની અનુમતી માંગી છે.

વ્યાકુળ કોન્સ્ટેબલે કહ્યુ કે પોતાની બીમાર પત્નીની દેખભાળ અને ઘરેલુ ખર્ચ કાઢવા માટે તેની પાસે ભીખ માંગવા ઉપરાંત બીજો કોઈ રસ્તો બચ્યો નથી. જો કે અહીરરાવ 20-22 માર્ચ સુધી રજા લઈને પોતાના ઘરે ગયો હતો, પણ તે દરમ્યાન તેની પત્નીના પગમાં ફેક્ચર થઈ ગયુ જે કારણે તે ડ્યુટી પર પરત ન ફરી શક્યો. તેણે આ વિશે તેના સિનિયર્સ ને જણાવ્યુ હતુ
અને 5 દિવસની રજા માંગી હતી. ત્યાર બાદ તે 28 તારીખે પાછો ડ્યુટી પર પરત ફર્યો હતો.

પાછા ફરીને અહીરરાવ ડ્યુટી કરી રહ્યો હતો પણ તેને કોઈ કારણ જણાવ્યા વગર જ તેનું વેતન રોકી રાખવામાં આવ્યુ હતુ, બે મહિનાનુ વેતન ન મળવાથી ભલભલા વ્યક્તિનો હિસાબ ગડબડી જતો હોય છે જ્યારે તે તો એક સામાન્ય કોન્ટેબલ છે.

અહીરરાવે લખ્યુ હતુ કે, ‘મારે મારી બીમાર પત્નીના ઉપચાર માટે અને માતા-પિતા સાથે દિકરીનો ખર્ચ પણ ઉઠાવવાનો હોય છે, આ ઉપરાંત મારા દ્વારા લેવામાં આવેલા લોનનો માસિક હપ્તો પણ આપવાનો હોય છે, પણ છેલ્લા 2 મહિનાથી પગાર ન મળવાથી મારી હાલત ખુબ ગંભીર થઈ ગઈ છે, એ માટે તમે મને વર્દીમાં ભીખ માંગવાની પરવાનગી આપો.’

You might also like