હવે તમારી રેલ્વેની જનરલ ટિકિટ ૩ કલાક જ માન્ય રહેશે

નવી દિલ્હી : અનરિઝર્વ્ડ ટિકિટ પર મુસાફરોએ ટિકિટ જારી થયાના સમયથી ૩ કલાકની અંદર પોતાની યાત્રા શરૂ કરવી પડશે. રેલ્વેએ અનરિઝર્વ્ડ ટિકિટ પર દિવસભર યાત્રા કરવાની ચાલબાજીને રોકવા માટે આ હલ શોધ્યો છે જે હેઠળ અનરિઝર્વ્ડ ટિકિટ ડેસ્ટીનેશન (સ્થળ) માટે પ્રથમ ટ્રેન છુટયા સુધી કે, ટિકિટ જારી થયાના ૩ કલાક સુધી જ કાયદેસરની રહેશે. આ ટિકિટોને ટાઇમ બાઉન્ડેશન સાથે જારી કરવામાં આવશે.

ટિકિટ જારી થયાના ૩ કલાકની અંદર જો મુસાફરી શરૂ કરવામાં નહી આવે તો એ મુસાફર ટિકિટ વગરનો ગણવામાં આવશે. આ બારામાં રેલ્વે બોર્ડ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રેલ્વેનો આ નવો નિયમ ૧લી માર્ચથી લાગુ થશે. રેલવે બોર્ડ તરફથી આ બારામાં સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમને સોફટવેરમાં મોડીફિકેશન કરવાના આદેશો પણ આપ્યા છે જે હેઠળ અનારક્ષિત ટિકિટ પર ટાઇમ બાઉન્ડેશનથી સંબંધિત મેસેજનો ઉલ્લેખ કરવામાં આવશે.

આ પ્રકારની ટિકિટ પર સમય પણ લખાશે.રેલવેના એક સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કે, સમય વગરના નિયમથી ટિકિટોનો દુરોપયોગ થતો હતો. દિલ્હી અને આસપાસના વિસ્તારના રેલ નેટવર્કમાં તો એક સમગ્ર ગેંગ તેનો દુરૂપયોગ કરતી હતી. જે હેઠળ મુસાફરી પૂરી થતા મુસાફર પાસેથી ટિકિટ એકઠી કરી પાછી મોકલી દેવાતી હતી. જયાં ફરી તેનો ઉપયોગ કરવા માટે બીજા મુસાફરને વેચી દેવાતી હતી. આની માહિતી આવ્યા બાદ રેલ્વેએ આ પગલું લીધું છે.

જો તમે ૧૯૯ કિ.મી. સુધી મુસાફરી કરતા હો તો તમને અપ-ડાઉનની ટિકિટ નહી અપાય. અત્યાર સુધી યાત્રી ફરીદાબાદથી દિલ્હી અપ-ડાઉન ટિકિટ લઇને આખો દિવસ યાત્રાનો ફાયદો ઉઠાવતા હતા. હવે તમારે ફરીદાબાદથી દિલ્હી જઇ પાછું ફરવું હોય તો હવે માત્ર દિલ્હીની જ ટિકિટ મળશે. પરત ફરવા માટે નવી ટિકિટ લેવી પડશે. સાથોસાથ હવે જે સ્ટેશનથી યાત્રા કરવી હોય તે સ્ટેશનથી ટિકિટ જારી થશે. જો તમે ફરીદાબાદથી યાત્રા કરતા હો અને ટિકિટ નિઝામુદ્દીનથી આગ્રાની ટિકિટ માંગતા હો તો તે નહીં મળે

You might also like