લગ્નના કાર્ડમાં નહિ થાય છેતરપિંડી, મેજિસ્ટ્રેટ લખશે બેન્કનું નામ

નવી દિલ્લી: નોટબંધીને કારણે લગ્નો ધરાવતા પરિવારોની મુશ્કેલીઓ દૂર કરવા માટે બેંકે અઢી લાખ રૂપિયા કાઢવા સુધીની છૂટ આપી છે અને તેના માટે લગ્નનું કાર્ડ બતાવવાથી મળી શકે છે. પરંતુ હવે છેતરપિંડીને રોકવા માટે કાર્ડને મેજિસ્ટ્રેટના હસ્તાક્ષર કરવાથી જ આ સુવિધાનો લાભ મળી શકે છે.

સરકારના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નોટબંધીના પ્રભાવથી જરૂરિયાતમંદ લોકો રાહત આપવાના ઉપાયોનો દુરુપયોગ કરવાની ફરિયાદો મેળવી રહ્યા છે. એના પગલે મેજિસ્ટ્રેટની સહી કરેલું કાર્ડ બતાવ્યા પછી જ બેંકમાં જઈને અઢી લાખ કાઢી શકાશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય રીજર્વ બેંક જલદી જ એક નિર્દેશ જાહેર કરી શકે છે જેમાં મેજિસ્ટ્રેટ લગ્નના કાર્ડ પર સહી કર્યા પછી જ શાખામાં જીને આયોજિત અઢી લાખ રૂપિયા કેશ કાઢી શકશે. લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે ગુરુવારના રોજ ખેડૂતા અને નાના વેપારીઓ ગ્રૂપ સી કેન્દ્રીય કર્મચારીયોને રાહત પહોંચાડવાની જાહેરાત કરી હતી.

You might also like