હવે રેલવે ટિકિટ માટે વધુ રૂપિયા ચૂવવા પડશે, પણ મળશે વળતર જાણો વધુ

નવી દિલ્હી: ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર યોજનાને રેલવેમાં ટૂંકમાં લાગુ કરવામાં આવશે. રેલવેની નાણાંકીય સ્થિતિ હાલડ ડોલક છે અને તેનો ઓપરેટિંગ રેશીયો 110થી ઉપર ચાલ્યો ગયો છે ત્યારે સરકાર ઝડપથી ડીબીટીએલ સ્કીમ રેલવામાં લાગુ કરવાની ઉતાવળ કરી રહી છે. નીતિ આયોગના સભ્ય બીબેક દેબરાયના વડપણવાળી કમીટીએ ગયા વર્ષે જ આ ભલામણ કરી હતી.

મુસાફરને કઇ રીતે સબસીડી મળશે એ સવાલના જવાબમાં અધિકારીએ કહ્યુ હતુ કે, ટિકિટના બુકીંગ સમયે યાત્રીએ પુરેપુરૂ ભાડુ દેવાનુ રહેશે. તેણે કાઉન્ટ ઉપર આધાર નંબર પણ આપવો પડશે. જેનાથી રેલ્વે પાસે યાત્રીનો ખાતા નંબર, નામ, સરનામુ વગેરે બધુ પહોંચી જશે.

યાત્રા પુરી થયા બાદ ટિકિટ ઉપર કેટલી સબસીડીની રકમ મળશે તે તેના ખાતામાં જમા કરાવી દેવાશે. રાંધણગેસમાં પણ જેમ ડિલીવરીમેનને પુરેપુરા પૈસા આપવાના હોય છે અને સબસીડી ખાતામાં જમા થતી હોય છે તેવુ જ હવે રેલ્વેમાં પણ આવી સિસ્ટમ લાગુ કરી દેવાશે.

You might also like