સપનાનું ઘર ખરીદવામાં પ્રોવિડંડ ફંડના 90% નાણા ઉપાડી શકાશે

નવી દિલ્હી : ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં કામ કરનારા કર્મચારીને મોદી સરકારે મોટી ગીફ્ટ આપી છે. હવે એમ્પલોઇઝ ઘર ખરીદવા અને ઘર બનાવવા માટે 90 ટકા સુધી રકમ ઉપાડી શકશે. તે ઉપરાંત તેઓ પોતાના માસિક કન્ટ્રીબ્યુશનથી હોમ લોનની મંથલી ઇએમઆઇ પણ ચુકવી શકશે. તેના માટે કેન્દ્ર સરકારે ઇપીએફ એક્ટ 1952માં એમેન્ડમેન્ટ કર્યું છે.

ઇપીએફઓ (કર્મચારી ભવિષ્ટ નિધિ સંગઠન)નાં મેંબર્સ માટે હાઉસિંગ સ્કીમ સાથે જોડાયેલા પ્રોવિઝન 12 એપ્રીલથી લાગુ થઇ ચુક્યા છે. તેનાથી ઇપીએફઓનાં લગભગ 4 કરોડ સભ્યોને ફાયદો થશે. કેન્દ્ર સરકારે 12 એપ્રીલે આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યુ હતું. ઇપીએફઓ મેમ્બરને હાઉસિંગ સ્કીમનો ફાયદો ઉઠાવવા માટે 10 સભ્યોવાળી કોઓપરેટિવ હાઉસિંગ પર્પઝ માટે બનાવવામાં આવેલી સોસાયટીનું સભ્ય બનવું પડશે.

ઇપીએફઓ મેમ્બર આ સ્કીમ હેઠળ પીએફમાંથી પૈસા ત્યારે જ ઉપાડી શકશે જ્યારે તે ઓછામાં ઓછા ત્રણ વર્ષ ઇપીએફમાં કંટ્રીબ્યૂટ કરી ચુક્યા હોય. તેનાથી ઓછા સમય સુધી કંટ્રીબ્યૂશન કરનાર મેમ્બર સ્કી્મ હેઠળ પૈસા નહી ઉપાડી શકે. મેમ્મબર આ સ્કીમનો ફાયદો એક જ વાર ઉપાડી શકશે.

જો કોઇનાં પીએફમાં 20 હજાર રૂપિયાથી ઓછા હશે તો સ્કીમ હેઠળ પૈસા નહી ઉપાડી શકે. સ્કીમ હેઠળ મેમ્મબર પોતાનાં પીએફ એકાઉન્ટની મદદથી હોમલોનનાં માસિક ઇએમઆઇનું પેમેન્ટ પણ કરી શકશે. સાથે જ જો કોઇ પણ મેમ્મબર ઇપીએફઓ સાથે મેંબરશિપ પુરી થઇ જાય છે અને તેનાં એકાઉન્ટમાં મંથલી ઇએમઆઇ આપવા માટે પુરા પૈસા નથી તો સરકાર આ ઇએમઆઇ ચુકવવા માટે જવાબદાર નહી હોય.

You might also like