કાનપુર IITની શોધઃ એક જ કાગળ પર વારંવાર લખી શકાશે

કાનપુર: કાનપુરની આઈઆઈટીએ પર્યાવરણ સંરક્ષણની દિશામાં મોટી શોધ કરી છે, જેમાં આ સંસ્થાના કેમિકલ અન્જિ‌નયરીંગ વિભાગે લાકડાના ઉપયોગ વિના એવા પેપર (કાગળ)ની રચના કરી છે, જેમાં એક જ કાગળ પર વારંવાર લખી શકાશે.

આ કાગળની ખાસિયત એ છે કે તેના પર લખવામાં આવેલા લખાણ અથવા ચિત્રને સામાન્ય ભીના કપડાથી સૂકું કરી શકાશે. આ અંગે આઈઆઈટીએ સંશોધનને પેટન્ટ કરાવી લીધી છે. હાલ તેના આંતરરાષ્ટ્રીય પેટન્ટ માટેની પ્રક્રિયા ચાલી રહી છે.

આ નવા કાગળને કેમિકલ અન્જિ‌નયરીંગ વિભાગના એચઓડી પ્રો. અનિમાંગ્સુ ઘટક અને પીએચડીના વિદ્યાર્થી નીતીશકુમારે વર્ષભરની મહેનતથી તૈયાર કર્યો છે તેમાં રસાયણો ઉપરાંત પોલીમર કોટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલ સંસ્થાની લેબમાં સપ્તાહમાં ૫૦૦ પેજ બનાવવામાં આ‍વી રહ્યાં છે, જેમાં એ-૪ સાઈઝના એક કાગળની િકંમત ૧૦ રૂપિયા આવે છે.

જો આવા કાગળ વધુ સંખ્યામાં બનાવવામાં આવે તો તેની એક કાગળદીઠ કિંમત એક કે બે રૂપિયા થાય તેમ છે ત્યારે આ સંસ્થાના કેમિકલ અન્જિ‌નયરીંગ વિભાગના બીટેક અને એમટેકના પ્રશ્નપત્ર પણ આવા કાગળ (વારંવાર લખો) દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. વિભાગના પ્રમુખે જણાવ્યું કે હાલ વિદ્યાર્થીઓ પાસેથી પેપર લઈ લેવાયાં છે અને તેનો ફરી ઉપયોગ કરાશે.

કાનપુરની આઈઆઈટીએ કરેલી આ નવી શોધ પરથી એવું કહી શકાય કે અત્યાર સુધી જે કાગળ બનાવવામાં આવી રહ્યા છે તેમાં ૯૩ ટકા કાગળ ઝાડ કાપીને બનાવાય છે, જેનાથી પર્યાવરણને નુકસાન થાય છે. આ ઉપરાંત એ-૪ સાઈઝના કાગળ બનાવવામાં પાંચ ‌િલટર પાણી વપરાય છે. આ ઉપરાંત આવી પ્રકિયાથી હવા, પાણી અને જમીન પ્રદૂષિત થાય છે, જયારે એક ટન કાગળ બનાવવામાં લગભગ ૫૦૦૦ ગેલન પાણી વપરાય છે.

You might also like