હવેથી તમારી ભાષામાં બોલશે youtube

યૂટ્યૂબ પર આપણ બધા આપણી પસંદના વીડિયો જોઇએ છીએ અને શેર કરીએ છીએ. અત્યાર સુધી માત્ર આપણે અંગ્રેજી ભાષામાં જોતા હતા અને ઉપયોગ કરતાં હતાં. પરંતુ તમને જલ્દી હવે આ સુવિધા હિન્દી અને બીજી અન્ય ભાષાઓમાં મળશે.

યૂટ્યૂબને ચમારા લોકેશનની જાણ થયા બાદ તમને વિકલ્પ આપશે કે તમે તમારી પસંદગીની ભાષા માટે આગળ સેટ કરી શકો છો.

સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં આ સુવિધા હિંદી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, પંજાબી, તમિલ અને તેલૂગુમાં મળશે.

જો તમે પહેલી વખત યૂટ્યૂબનો ઉપયોગ કરી રહ્યા છો તો તમને તમારી પસંદ કરેલી ભાષામાં અલગ અલગ પ્રકારના વીડિયો જોવાનો વિકલ્પ મળશે. જે લોકા યૂટ્યૂબનો ઉપયોગ કરે છે એમના માટે જોવાની હિસ્ટ્રી પર નજર રાખતાં યૂટ્યૂબની તરફથી વીડિયોના વિકલ્પ જોવા મળશે.

એવું પહેલી વખત થયું છે કે યૂટ્યૂબ ભારતમાં પોતાની સર્વિસ આટલી ભાષાઓમાં શોધવાનું સરળ કરી રહ્યું છે. ગૂગલ લોકોની પસંદગીની ભાષામાં વીડિયો એટલા માટે દેખાડવા ઇચ્છે છે કારણ કે લોકો વીડિયો જોવા માટે માત્ર યૂટ્યૂબનો ઉપયોગ કરે. એનાથી ભારત જેવા બજારમાં એની પકડ મજબૂત રહેશે અને ફેસબુક વીડિયોની પહેલથી એને ટક્કર આપવામાં મદદ પણ મળશે.

વીડિયો જોવા માટે લોકોની પહેલી પસંદ બનવા માટે ગૂગલ વધારે નવું કરી રહ્યું છે. હાલમાં ગૂગલે ગો ફોર ઇન્ડિયા લોન્ચ કર્યું છે. આના દ્વારા તમે ઓફલાઇન હોવા છતાં ગો યૂઝરને વીડિયો મોકલી શકો છો. તમે વીડિયો અને ગેમ્લ પણ ઓફલાઇન સેવ કરી શકો છો. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે ભારતનું ઇન્ટરનેટ કનેક્શન બીજા બધા દેશોની સરખામણીએ ખરાબ છે.

યૂટ્યૂબનો પ્રયત્ન છે કે વેબસાઇટને વધારે સારી બનાવવામાં આવે એટલા માટે એમને કલ્ચર મશીન સાથે મળીને રીયલ વીડિયો કન્ટેટ રજૂ કરવામાં આવે. ગૂગલે યૂટ્યૂબ હીરોઝ લોન્ચ કરવામાં આવ્યું છે, એ એક એવો પ્રોગ્રામ છે જેના દ્વારા યૂઝર આ વીડિયોને રિપોર્ટ કરી શકે છે.

visit: http://sambhaavnews.com/

You might also like