હવે ફ્લાઈટમાં ફોન પર વાત થઈ શકશે, ઈન્ટરનેટ સર્ફિંગ પણ થશે

નવી દિલ્હી: ફ્લાઈટમાં સફર કરનાર યાત્રીઓ માટે એક ખુશખબરી છે. હવે તમે ફ્લાઈટમાં બેસીને કોલ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. આ સર્વિસ ૨૦૧૯ના વર્ષમાં પહેલા મહિના એટલે કે જાન્યુઆરીથી શરૂ થશે. તેની જાહેરાત ટેલિકોમ પ્રધાન મનોજ સિંહાએ કરી.

મનોજ સિંહાએ કહ્યું કે તે લો મિનિસ્ટ્રી પાસેથી ફ્લાઈટ કનેક્ટિવિટી નિયમની રાહ જોઈ રહ્યા છે અને ખૂબ જ જલદી તેને તમામ ફ્લાઈટ્સમાં લાગુ કરાશે. સિંહાએ આગળ જણાવ્યું હતું કે તેણે આ વસ્તુ માટે કાયદા મંત્રાલય પાસેથી પરમિશન માગી છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ફેંસલો એક અઠવાડિયા કે ૧૦ દિવસમાં આવી જશે.

ચુકાદો આવ્યા બાદ જાન્યુઆરી મહિનાથી તેને લાગુ કરાશે. ૧ મેના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમે પ્રસ્તાવ રાખ્યો હતો, જેમાં વાઈડર ઈન ફ્લાઈટ કનેક્ટિવિટીને લગભગ તમામ ડેવલપ માર્કેટમાં ઉપલબ્ધ કરાવાશે. આ સર્વિસની જાહેરાત બાદ વિસ્તારા અને એર ઈન્ડિયાએ તેનું સ્વાગત કર્યું છે. બીજી તરફ જીસેટ-૧૧ના લોન્ચ પર સિંહાએ કહ્યું હતું કે તેનાથી ડેટા કનેક્ટિવિટીમાં ફાયદો થશે અને તેની સ્પીડ વધુ હશે.

કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં આ એક નવી ક્રાંતિ લઈને આવશે. જે ભારત નેટ પ્રોગ્રામને નોર્થ, ઈસ્ટ અને પહાડી વિસ્તારોમાં ફેલાવશે. આ જગ્યાઓ પર હાઈસ્પીડ ડેટા પણ ઉપલબ્ધ કરાવાશે.

You might also like