ટ્રેનમાં હવે તમારી મનપસંદ રેસ્ટોરાંનું ભોજન મગાવી શકશો

અમદાવાદ: જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હો અને તમને તમારી મનપસંદ રેસ્ટોરાંનું જમવાનું મળી શકે છે. પશ્ચિમ રેલવેએ અમદાવાદ, મણિનગર, સુરત, વડોદરા, રાજકોટ સહિતનાં રેલવે સ્ટેશન પર ઇ-કેટરિંગ સુવિધા શરૂ કરી છે. જેના મારફતે મુસાફર તેમની મનપસંદ રેસ્ટોરાંનું જમવાનું પોતાની સીટ પર જ મગાવી શકશે.

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ, મણિનગર સહિતનાં રેલવે સ્ટેશન પર ઇ-કેટરિંગ દ્વારા જમવાનું આપવાનું શરૂ કરાયું છે. ઇ-કેટરિંગ સિસ્ટમ દ્વારા મુસાફર જાણીતી રેસ્ટોરાંનું જમવાનું પોતાની સીટ પર મગાવી શકશે. ઇ-કેટરિંગ એપ્લિકેશન અથવા ઇ-કેટરિંગ વેબસાઇટ પર લોગ ઇન કરી પોતાનો PNR નંબર આપશે.

મનપસંદ મેનું સિલેકટ કરી ઓર્ડર બુક કરાવી શકશે. ઉપરાંત ફોન અને એસએમએસ દ્વારા પણ તેઓ પોતાનું મનપસંદ જમવાનું મગાવી શકશે. મુસાફર આ માટે ઓનલાઇન અથવા તો કેશ ઓન ડિલિવરી પણ કરી શકશે. જે સ્ટેશન પર જમવાનું જોઇતું હોય તે સ્ટેશન આવવાના બે કલાક પહેલાં મુસાફર ઓર્ડર બુક કરાવી શકશે.

You might also like