હવે AI ટેક્નોલોજીથી બ્લડ શુગર અંગે જાણકારી મેળ‍વી શકાશે

ટોરંન્ટો: વિજ્ઞાનીઓએ રડાર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(કૃત્રિમ બુદ્ધિમતા) (એઆઈ)ને મિલાવી એક એવો ઉપાય શોધી કાઢયો છે કે જેનાથી ગ્લુકોઝની માત્રામાં થતાં પરિવર્તન અંગે માહિતી મેળવી શકાશે.

વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર ડાયાબિટિસથી પીડાતા લોકોને લોહીમાં શુગરની માત્રાની જાણકારી મળી શકશે. આ સાથે લોહીની તપાસના એ ઉપાયથી પણ તેની જાણકારી મળી શકશે. કે જેમાં સોય દ્વારા આંગળીમાંથી લોહી લેવામાં ‍આવે છે. આ રીતે દિવસમાં અવારનવાર આવા ઉપાયને અજમાવવામાં આ‍વે છે.

જેનાથી દર્દીને વારંવાર સોયની પીડા અનુભવવી પડે છે. આ સંશોધન અંગે ગૂગલ અને જર્મનીની એક હાર્ડવેર કંપની ઈફિનોને કામ કર્યું છે. બંનેએ સાથે મળી એક એવું નાનું રડાર ડિવાઈસ તૈયાર કર્યું છે કે જેનો ડેટા દુનિયાભરમાંથી એકત્ર કર્યો છે. કેનેડા ખાતેની વાટરલ યુનિ.માં એન્જિનિયરિગ પ્રોફેસર જ્યોર્જ શેખર કહે છે કે અમે એવી ટેકનિક વિકસાવવા માગીએ છીએ કે તેમાં ગ્લુકોઝની માત્રાની જાણકારી મે‍ળવી શકાશે.

એઆઈ ટેકનોલોજીથી બ્લડ શુગર અંગે જાણકારી મેળ‍વી શકાય તેવું સંશોધન કરવા વિજ્ઞાનીઓએ વાેટરલુમાં રહેલા ડિવાઈસનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ડિવાઈસ ઉચ્ચ આવૃત્તિ વાળા રેડિયો તરંગ અને પ્રવાહી પદાર્થમાં મોકલે છે. જેમાં પ્રવાહી પદાર્થમાં રહેલા ગ્લુકોઝની માત્રાની જાણકારી મેળવી શકાશે.

આ તરંગો પ્રવાહી પદાર્થથી અલગ અલગ રીતે આવે છે. ત્યારબાદ શોધકર્તાઓએ આ માહિતીને એકત્ર કરી તેને ડિજિટલ ડેટામાં બદલી નાખી છે. કે જેથી તેનુ વિશ્લેષણ કરી શકાય. ત્યારબાદ તેને વિજ્ઞાનીઓએ એક એલ્ગોરિધમ બનાવી તેનો ડેટા એક જગ્યાએ એકત્ર કરી રાખ્યો હતો. અને આ તમામ ડેટાને એઆઈ મશીન દ્વારા વાંચી શકાય છે.

You might also like