હવે બસ આધાર નંબર આપો અને પેટ્રોલ ભરી લો તમારા વાહનમાં, જાણો કેવી રીતે

આગામી સમયમાં હવે તમારે કદાચ પેટ્રોલ પમ્પ પર કેશ, કાર્ડ કે મોબાઇલ ફોન નહિ વાપરવા પડે. માત્ર તમારે આધાર નંબર જ યાદ રાખવાનો રહેશે. સરકાર થોડા સમયમાં જ આ અંગે પેમેન્ટ સિસ્ટમ લોન્ચ કરવા જઈ રહી છે.
ઓઇલ મિનિસ્ટ્રીના એક અધિકારીએ જણાવ્યું કે સરકારે ટાટા કન્સલટન્સી સર્વિસિઝ(TCS)ને શરુઆતમાં 1000 પેટ્રોલ પમ્પો પર આ સર્વિસ શરુ કરવાનું કહ્યું છે. કંપનીએ આ અંગેની મંજૂરી આપી દીધી છે. TCSએ એક એવું એપ્લિકેશન ડેવેલપ કર્યું છે, જે પેટ્રોલ પમ્પ પર ઉપયોગ કરવા માટે મોબાઇલ ફોન પર ડાઉનલોડ કરી શકાશે. આ ફોન સાથે આધાર-તપાસ અંગેની મશીન જોડાયેલી હશે.

એક વખત આ અંગેની તપાસ થઇ ગયા બાદ કસ્ટમર્સના આધાર કનેક્ટેડ બેંક એકાઉન્ટ સાથે સંપર્ક સ્થાપિત કરી શકાશે. આ થકી પેટ્રોલ પમ્પના બેંક અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઇ જશે. આ એપ થકી આધાર-તપાસવાળા મશીન પર આંગળી દબાવી પેમેન્ટ કરી શકાશે. અને કસ્ટમરના બેંક એકાઉન્ટથી પેટ્રોલ પમ્પના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકાશે.

કેટલાય લોકો મોબાઇલ વોલેટનો ઉપયોગ કરવાથી એવા માટે ડરતા હોય છે કે તેઓ ટેક્નોલોજીથી વાકેફ નથી હોતા. અધિકારીઓએ એવું પણ કહ્યું કે આનાથી એવા કેટલાય લોકોને મદદ મળશે જે ટેક્નોલોજીને લઇને સ્માર્ટ નથી. અધિકારીએ જણાવ્યું કે કન્ઝ્યુમર્સ માટે ટેક્નોલોજીન વધુ ફ્રેન્ડલી બનાવવાના પ્રયાસો થઇ રહ્યાં છે. લગભગ 4.5 કરોડ કસ્ટમર્સ રોજ પેટ્રોલ અને ડિઝલ ખરીદતા હોય છે અને આ અંગેનું દૈનિક ટ્રાન્ઝેક્શન લગભગ 1,800 કરોડ રુપિયા હોય છે.

સરકારે ગત સપ્તાહે સરકારી તેલી કંપનીઓને પેટ્રોલ અન ડિઝલ ખરીદવામાં બદલામાં ડિજિટલ પેમેન્ટ પર 0.75 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરવાનો નિર્દેશ કરાયો છે. આનાથી મોટા પ્રમાણમાં પેટ્રોલ પર લગભગ 50 ટકા પ્રતિ લિટર અને ડિઝલ પર લગભગ 40 પૈસા પ્રતિ લિટર ડિસ્કાઉન્ટ મળી શકશે.

You might also like