IT રિટર્ન ભરવાની તારીખમાં કરાયો વધારો, 15 ઓક્ટોમ્બર સુધી ભરી શકાશે

સરકારે સોમવારનાં રોજ નાણાંકીય વર્ષ 2017-18ને માટે આયકર રિટર્ન અને ઓડિટ રિપોર્ટ દાખલ કરવાની તારીખ 15 દિવસ વધારીને 15 ઓક્ટોમ્બર કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)ને અંશધારકો જોડેથી એ માંગ મળી હતી કે આવા કરદાતાઓને માટે જે લોકોનાં ખાતાનું ઓડિટ કરવાનું છે. આઇટીઆર દાખલ કરવાની તારીખ વધારવામાં આવે.

સીબીડીટીએ નિવેદનમાં જણાવ્યું કે,”સંબંધિત શ્રેણીનાં કરદાતાઓને માટે આઇટીઆર સાથે ઓડિટ રિપોર્ટ દાખલ કરવાની તારીખને 30 સપ્ટેમ્બર, 2018થી વધારીને 15 ઓક્ટોમ્બર, 2018 કરી કરવામાં આવી રહી છે.” જો કે સીબીડીટીએ સ્પષ્ટ કરી દીધું છે કે આયકર કાનૂન, 1961ની કલમ 234એ (સ્પષ્ટીકરણ એક) અંતર્ગત રિટર્ન દાખલ કરવામાં ચૂક પર વ્યાજને લઇને કોઇ તારીખ નથી વધારવામાં નથી આવી. કરદાતાઓને કલમ 234એ જોગવાઇ અંતર્ગત વ્યાજની ચૂકવણી કરવી પડશે.

સીબીડીટી દ્વારા આ પહેલાં રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર વેતનભોગી કરદાતાઓ અને પોતાની આવકનું અનુમાન લગાવીને આઇટીઆર દાખલ કરવાવાળા કરદાતાઓની સંખ્યા 31 ઓગષ્ટ સુધી 71 ટકા વધારીને 5.42 કરોડ પર પહોંચી ગઇ છે. આ શ્રેણીનાં કરદાતાઓનાં નાણાંકીય વર્ષ 2017-18ને માટે પોતાનો આઇટીઆર ગયા મહીના સુધી દાખલ કરવાનો હતો.

You might also like