આ પેટ્રોલ પંપ પર ઉધાર પર ભરાવી શકાશે પેટ્રોલ-ડિઝલ

નવી દિલ્હી: શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની (STFC) હવે હિંદુસ્તાન પેટ્રોલિયમના પંપો પર ગ્રાહકોને પેટ્રોલ-ડિઝલ ભરાવવા માટે લોન પૂરી પાડશે. તેને ડિજિટલ આધાર પર આપવામાં આવશે, આ અંગે બંને કંપનીઓનએ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.

STFCએ એક નિવદેનમાં જણાવ્યુ કે, આ સુવિધાથી ગ્રાહક વાહન માટે ડિઝલ, પેટ્રોલ અને લૂબ્રિકન્ટને લોન પર ખરીદી શકે છે. STFC હાલમાં કોમર્શિયલ વાહન અને ટાયર ખરીદવા માટે લોન આપે છે. આ સુવિધાથી ગ્રાહકો માટે ઓછા ખર્ચના વર્કિંગ કેપિટલ સોલ્યૂશન અને ઇંધણ પર તેમના ખર્ચની દેખરેખ કરવામાં મદદ મળશે. કંપનીએ કહ્યુ કે, ”આ સંબંધમાં લેણદેણ રોડક અને કાર્ડ રહિત હશે.”

STFCના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી કહ્યુ કે, તેનાથી નાના ટ્રાન્સપોર્ટ માલિકો અને પોતાની ટ્રક ખરીદનારા લોકોને સરળતા રહેશે. આ લોનની સુવિધા OTP આધારિત ડિજિટલ પ્લેટફોર્મથી સંચાલિત હશે, જેનો સમયગાળો 15-30 દિવસ સુધીનો હશે.

You might also like