Categories: India

પાક. પર બાહ્ય હુમલા બાદ હવે તેને અંદરથી ખોખલું કરવું પડશે

કાશ્મીરમાં છેલ્લા કેટલાયે દિવસોથી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેની પાછળનું મૂળ કારણ પાકિસ્તાન છે. આપણને શીતયુદ્ધ પરથી સબક મળ્યો છે કે દુશ્મન દેશોની આંતરિક હિલચાલને બહારની તાકાતથી સફળતાપૂર્વક પ્રાયોજીત કરી શકાય છે. આવી પશ્વિમી નીતિનું પરિણામ અે આવ્યું કે પરમાણુ શકિત સંપન્ન સોવિયેત સંઘ પણ તૂટી ગયું હતું ત્યારે હવે ભારતે પણ પાકિસ્તાનને અંદરથી જ તોડી પાડવાની કોશિશ કરવી જોઈઅે અને કાશ્મીરમાં ઉદાર વિચારસરણી ધરાવતા નેતાઓને મજબૂત બનાવવા આગળ વધવુ જોઈએ.

૧૩ સપ્ટેમ્બરે બકરી ઈદના દિવસે કાશ્મીરમાં મોટાભાગની મુખ્ય મસ્જિદો બંધ કરી દેવામાં આવી હતી. કાશ્મીર ખીણમાં છેલ્લાં બે માસથી જારી રહેલી હિંસામાં ૮૦ થી વધુ લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયાં છે ત્યારે વર્તમાન સમયમાં રાષ્ટ્રો પર આંતરિક અને બાહ્ય સ્રોત્રોએ પેદા થયેલા વિચારોના કારણે હુમલા થઈ રહ્યા છે. આ સંદર્ભમાં બે ઉદાહરણ મોજૂદ છે. પહેલું યુરોપમાં આવેલા સિરીયાઈ શરણાર્થીઓએ સ્થાનિક સંસ્કૃતિઓ પર હુમલો કર્યો છે. તેઓ યુરોપીય દેશોમાં કાનૂનના તંત્રને પ્રભાવિત કરી રહ્યા છે. બીજું ભારતીય મીડિયામાં છેડાયેલી એક ચર્ચામાં પેલેટ ગનને ગોળી કરતાં પણ વધુ ઘાતક ગણાવવામાં આવી છે. જેના કારણે કાશ્મીરમાં શાંતિ પર સતત ખતરો ઝળુંબી રહ્યો છે. ભારતીયોની સમસ્યા એ છે કે તેઓ પાકિસ્તાની જેહાદી માનસિકતાથી સતત ઘેરાયેલા રહે છે.

૧૯૪૭માં ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે જ્મ્મુ-કાશ્મીર મહારાજા હરિસિંહ દ્વારા શાસિત એક સ્વાયત રાજ્ય હતું ત્યારે નવનિર્મિત પાકિસ્તાને ઓકટોબર ૧૯૪૭માં આ વિસ્તાર પર આક્રમણ કર્યુ હતુ. ત્યારે હરિસિંહ તેમનો સામનો કરી શક્યા ન હતા. અને તેમણે ભારતને સેનાની મદદ કરવા વિનવણી કરી હતી. ત્યારે આઝાદ ભારતના તત્કાલિન ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટને શરૂઆતમાં સેનાની મદદ કરવા ઈનકાર કરી દીધો હતો. જોકે હરિસિંહ દ્વારા તેમના રાજ્યને ભારતમાં સામેલ કરવા માટેના વિલયપત્ર પર હસ્તાક્ષર કરવામા આવ્યા બાદ ભારતીય સેના કાશ્મીર પહોંચી હતી. ત્યાં સુધીમાં તો પાકિસ્તાનીઓએ જેમાં પાકિસ્તાનના કબાલી વિસ્તારના જેહાદી પણ સામેલ હતા.તે લોકોએ કાશ્મીર પર હુમલો કરી દીધો હતો. જોકે સ્થાનિક કાશ્મીરીઓએ ભારતીય સેના સાથે મળીને પાકિસ્તાનનો સામનો કર્યો હતો.

ત્યારબાદ તત્કાલિન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ ભારતીય સેનાની સલાહ વિરુદ્ધ કાશ્મીર મુદાને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં લઈ ગયા હતા. જેણે ૨૧ અેપ્રિલ ૧૯૪૮ના રોજ આ સંબંધમાં પ્રસ્તાવ-૪૭ પસાર કરી દીધો હતો. પ્રસ્તાવ અનુસાર સૌથી પહેલા પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીરમાથી તેમનાં તમામ સુરક્ષાદળોને પરત બોલાવવાનો હતો. બીજુ પગલું ભારતે ઉઠાવવાનું હતું. જે મુજબ તેણે ધીરેધીરે આ વિસ્તારમાંથી તેનાં તમામ સુરક્ષાદળોને ઓછાં કરવાનું હતું ભારતને આ કામ સંયુકત રાષ્ટ્ર દ્વારા પાકિસ્તાની સેના સંપૂર્ણપણે પરત ફરે તેની સાબિતી કર્યા બાદ કરવાનું હતું.

જ્યારે ત્રીજું પગલું જમ્મુ-કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવવાનું હતું કારણ ત્યારે કાશ્મીરીઓ દ્વારા પાકિસ્તાનને અેક હુમલાખોર દેશ તરીકે ગણવામાં આવ્યો હતો. તેથી તેણે જનમત સંગ્રહના વિચારને પસંદ કર્યો ન હતો. અને કાશ્મીરમાથી તેના સુરક્ષા કર્મચારીઓને બોલાવવા અંગેની શરત પૂરી કરી ન હતી. પરિણામે આ દિશામાં બીજું અને ત્રીજું પગલું યથાર્થ સાબિત થઈ ન શક્યું. તાજેતરમાં પાકિસ્તાન પર બહારથી હુમલો કરાયા બાદ હવે તેને આંતરરાષ્ટ્રીય સહાય પણ મળતી બંધ થઇ જાય તે માટેના પ્રયાસો ભારતે શરૂ કરીને તેને અંદરથી ખોખલું કરવાના પ્રયાસો કરવા પડશે. જેથી તે કયારેય ભારતને પરેશાન જ ન કરે.

Navin Sharma

Recent Posts

ઘર, ઓફિસ, કાર… પોલીસથી ‘બેખૌફ’ તસ્કરો ક્યાંય પણ ત્રાટકી શકે છે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં તસ્કરો પોલીસના ખૌફ વગર બેફામ બન્યા હોય તેમ ઠેરઠેર ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે.…

20 hours ago

Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટને ઈન્દિરાબ્રિજ સુધી લંબાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના પશ્ચિમ અને પૂર્વ કાંઠા પર કુલ. ૧૧.પ૦ કિ.મી. લંબાઇમાં કરોડો રૂપિયાના ખર્ચે…

20 hours ago

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં છ દિવસમાં રૂ.35.64 કરોડનું વેચાણ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: દુબઇમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલની જેમ અમદાવાદમાં હાલમાં બાર દિવસનો શોપિંગ ફેસ્ટિવલ યોજાઇ રહ્યો છે. જોકે શહેરનાં શોપિંગ…

21 hours ago

ફલાવર શોના શનિ-રવિના મુલાકાતી માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા અમદાવાદીઓમાં અાકર્ષણનું કેન્દ્ર બનેલા ફ્લાવર શોની મુદતને આગામી તા. ૩૧ જાન્યુઆરી સુધી વધારાઈ…

21 hours ago

નરોડા પાટિયા કેસના ચાર દોષિતને સુપ્રીમે જામીન આપ્યા

(અમદાવાદ બ્યૂરો): સુપ્રીમ કોર્ટે ર૦૦રના નરોડા પાટિયા રમખાણ કેસમાં ચાર અપરાધીઓની જામીન પર છોડવાની અરજી પર સુનાવણી કરીને તેઓને જામીન…

21 hours ago

સુભાષચંદ્ર બોઝ જયંતીઃ મોદીએ લાલ કિલ્લામાં સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું

(એજન્સી) નવી દિલ્હી: નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૨મી જન્મ જયંતીના અવસર પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પર…

21 hours ago