શેરબજાર સુધારા માટે હવે નવાં સકારાત્મક પરિબળોની રાહ જોશે?

સપ્તાહ દરમિયાન શેરબજારમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો હતો. ગઇ કાલે છેલ્લે બીએસઇ સેન્સેક્સ ૩૯.૪૯ પોઇન્ટના સુધારે ૨૪,૬૪૬.૪૮ની સપાટીએ, જ્યારે એનએસઇ નિફ્ટી ૯.૭૫ પોઇન્ટના સુધારે ૭,૪૮૫.૩૫ની સપાટીએ બંધ જોવાઇ છે. શેરબજાર હવે સુધારા માટે નવાં સકારાત્મક પરિબળોની રાહ જોઇ રહ્યું છે. આગામી સપ્તાહે સોમવારે મહાશિવરાત્રિના કારણે શેરબજાર બંધ રહેશે. આમ, ચાર દિવસનું ટૂંકું ટ્રેડિંગ સપ્તાહ રહેશે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે નિફ્ટી ૭,૫૦૦ની નજીક ૭,૪૮૫ની સપાટીએ બંધ જોવાઇ છે તે એક સારો સંકેત ગણાવી શકાય.

આરબીઆઇ ગમે ત્યારે વ્યાજના દરમાં ઘટાડો કરી શકે છે તેવા પણ સમાચાર પાછલા કેટલાક સમયથી બજારમાં વહેતા થયા છે. જો આરબીઆઇ ૦.૨૫ ટકાથી ૦.૫૦ ટકા સુધીનો વ્યાજના દરમાં ઘટાડો કરે તો ચોક્કસ બેન્કિંગ સેક્ટર સહિત શેરબજારમાં તેજીનો બીજો રાઉન્ડ જોવા મળી શકે છે. વૈશ્વિક પરિબળો શેરબજાર માટે મહત્ત્વનાં સાબિત થઇ શકે છે. ખાસ કરીને રૂપિયાની-ક્રૂડની વધ-ઘટ સ્થાનિક મોરચે શેરબજારને સીધી અસર કરી શકે છે.

You might also like