હવે ઉબેર ભારતમાં પણ ફ્લાઈંગ ટેક્સી શરૂ કરશે

નવી દિલ્હી: હવે આગામી કેટલાંક વર્ષમાં ભારતમાં પણ ટેક્સીઓ આસમાનમાં ઊડવા લાગશે. અમેરિકન ટેક્સી સર્વિસ પ્રોવાઇડર કંપની ઉબેર એલિવેટે ૨૦૨૩ સુધીમાં આ સેવાને જે પાંચ દેશમાં શરૂ કરવાનો પ્લાન બનાવ્યો છે તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

ઉબેરની ટીમે ભારતના ઉડ્ડયન પ્રધાન જયંત સિંહા સાથે પણ વાત કરી હતી. ઉબેરના ચીફ બિઝનેસ ઓફિસર મધુ કાનન સાથે વાતચીત કર્યા બાદ જયંત સિંહાએ જણાવ્યું હતું કે કંપની પાંચ દેશમાં એર ટેક્સી લોન્ચ કરવા પર વિચારણા કરી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે આ પાંચ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. હું જ્યારે ઉબેરનાં સીઇઓને મળ્યો હતો ત્યારે પણ મેં ભારતમાં એર ટેક્સી શરૂ કરવા અંગે વાત કરી હતી.

જયંત સિંહાએ વધુમાં જણાવ્યું હતું કે ભારતનાં જે શહેરોમાં ટ્રાફિકની સમસ્યા વધુ છે ત્યાં ફ્લાઇંગ ટેક્સી શરૂ કરવાનું વિચારે છે. આ એક પ્રકારની ઇલેક્ટ્રિક ટેક્સી હતી. તે પ્રતિકલાકના ૩૦૦ કિમીની ઝડપે ઊડી શકશે.

You might also like