ભારતમાં સ્વિટ્ઝર્લેન્ડની જેમ ટ્રેન યાત્રાની મજા માણી શકાશે

નવી દિલ્હી: ભારતીય રેલવે યાત્રીઅોની યાત્રાને સરળ અને દિલચસ્પ બનાવવા માટે કાચની છતવાળી તેમજ મનોરંજન સુવિધાઅો ધરાવતી ટ્રેન શરૂ કરશે. અાવી ટ્રેન અત્યાર સુધી સ્વિટ્ઝર્લેન્ડમાં જોવા મળતી હતી. ભારતીય રેલ યાત્રીઅો હવે સ્વિટ્ઝર્લેન્ડની જેમ ટ્રેનમાં યાત્રા કરવાનો અનુભવ મેળવી શકશે. અાઈઅારસીટીસીના અધ્યક્ષ અે કે મનોચાઅે જણાવ્યું કે અા પ્રકારના કોચનું લક્ષ્ય પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન અાપવાનો તેમજ ઘરેલુ અને વિદેશી પ્રવાસીઓને અાકર્ષવાનો છે. ભારતીય રેલવે કેટરિંગ અને પર્યટન નિગમ (અાઈઅારસીટીસી) રિસર્ચ ડિઝાઈન્સ એન્ડ સ્ટાન્ડર્ડ અોર્ગેનાઈઝેશન અને ઇન્ટિગ્રિલ કોચ ફેક્ટરીઅે સંયુક્ત રીતે પેરમ્બુરમાં કાચની છતવાળી ટ્રેનને ડિઝાઈન કરી છે. અા ટ્રેન ડિસેમ્બર મહિનાથી શરૂ થશે. મનોચાઅે જણાવ્યું કે પહેલા કોચને કાશ્મીર ઘાટીમાં એક િનયમિત ટ્રેન સાથે જોડવામાં અાવશે. અન્ય બે કોચ વિશાખાપટ્ટનમ્ની સુંદર ખીણથી પસાર થનારી ટ્રેનોમાં જોડવામાં અાવશે.

You might also like