હવે પાકિસ્તાન પર આખરી કાર્યવાહી કરવાની જરૂર : શિવસેના

મુંબઇ : સીમા પર 2 ભારતીય જવાનોની સાથે થયેલી ક્રૂરતાની ઘટના બાદ વધેલા દબાણ વચ્ચે શિવસેનાએ આજે કહ્યું કે પાકિસ્તાન વિરુદ્ધ માત્ર આક્રોશપુર્ણ નિવેદનો આપવાથી કંઇ જ નહી થાય. હવે પાકિસ્તાન એવો સાપ બની ગયો છે જેનું માથુ કચડ્યા વગર છુટકો નથી.

શિવસેનાનાં મુખપત્ર સામાનામાં તીખા સંપાદકીયમાં પાર્ટીએ લખ્યું કે ભારતે 26-11નાં આતંકવાદી હૂમલા, પઠાણકોટ હૂમલા, ઉરી હૂમલા અને હાલમાં જ બે જવાનોની માથા વાઢવાની ઘટનામાં હાફીઝ સઇદની સંડોવણી મુદ્દે પાકિસ્તાનને પુરતા પુરાવા આપ્યા પરંતુ પાડોશી દેશે પોતાની તમામ જવાબદારીઓમાંથી ઉંચા હાથ કર્યા છે.

શિવસેનાએ કહ્યું કે પાકિસ્તાન કોઇ એક્શન લેવાનાં બદલે ભારતની મજાક ઉડાવી રહ્યું છે અને કહી રહ્યું છે કે અહીં થનારી દરેક વાત માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવાની આદત છે. શિવસેનાએ મુખપત્ર અનુસાર ઘણા વર્ષથી આ વાત સામે આવી રહી છે. તમામ લોકો જાણે છે કે આઇએસઆઇ, પાકિસ્તાની સેના અને ત્યાંના આતંકવાદી સંગઠનો ભારતમાં આતંકવાદી હૂમલા પાછળ જવાબદાર હોય છે.
પાર્ટીએ કહ્યું કે, હવે અબ્દુલ બાસિતને વિદેશ મંત્રાલય દ્વારા ઝાટકણી કાઢવામાં આવી ત્યારે જો શહીદોનાં પરિવારને બોલાવ્યા હોત તો તેઓ તેની ચામડી ખેંચી લેત.લેખમાંઉલ્લેખ કરાયો કે હવે પાકિસ્તાન પર માત્ર શાબ્દિક પ્રહારો નહી પરંતુ સાચા અર્થમાં પ્રહારો કરવા પડશ. ભારતીય જવાનોની શહાદત માટે 50 જવાનોનાં શબ લાવવામાંઆવે.

You might also like