સરહદે તહેનાત જવાનોને હવે અત્યાધુનિક શસ્ત્રો પૂરાં પડાશે

નવી દિલ્હીઃ ભારતીય સેનાને લાંબા સમયથી અત્યાધુનિક શસ્ત્રોની જરૂર છે. હવે ઘણા લાંબા વિલંબ બાદ આખરે તેમની આ જરૂરિયાતની પૂર્તતા કરવા કેન્દ્ર સરકાર સજ્જ થઈ છે. કેન્દ્ર સરકારે ભારત-ચીન અને ભારત-પાકિસ્તાન સરહદે તહેનાત જવાનો માટે નવા પ્રકારની રાઈફલ્સ, લાઈટ મશીનગન અને ક્લોઝક્વાર્ટર બેટલ કાર્બાઈન્સ જેવાં અત્યાધુનિક શસ્ત્રો પૂરાં પાડવાનું શરૂ કરી દીધું છે. સરકાર આ કામગીરી ફાસ્ટ ટ્રેક પ્રોસિજર (એફટીપી)ના ધોરણે કરશે.

સંરક્ષણ મંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે શુક્રવારે ચુનંદી વિદેશી કંપનીઓને ૭૨૪૦૦ એસોલ્ટ રાઈફલ્સ, ૧૬૪૭૯ લાઈટ મશીનગન, ૯૩૮૯૫ ક્લોઝક્વાર્ટર બેટલ કાર્બાઈન્સ (સીક્યુબી) માટે ટેન્ડર્સ આપી દીધાં છે. રૂ. ૫૩૬૬ કરોડના ખર્ચે આ શસ્ત્રો પ્રાપ્ત કરવામાં આવશે. આશા છે કે એક વર્ષની અંદર આ શસ્ત્રો દેશને સુપરત કરવામાં આવશે.

૨૦૦૫માં ભારતીય સેનાએ ૩૮૨ બટાલિયન્સ માટે સીક્યુબી કાર્બાઈન્સની માગણી કરી હતી. આ પ્રત્યેક બટાલિયન્માં ૮૫૦ સૈનિક છે.  ૨૦૦૯માં લાઈટ મશીનગનની માગણી શરૂ થઈ હતી, જોકે કેટલાક ટેકનિકલ કારણસર આ પ્રોજેક્ટ સફળ થઈ શક્યો ન હતો.
ફાસ્ટ ટ્રેક પ્રોસિજર રૂટ હેઠળ જ આવશ્યક શસ્ત્રો સેનાને ઉપલબ્ધ કરાવી શકાય છે.

You might also like